________________
અઢાર પાપસ્થાનક
આ લોભવૃત્તિમાં મુખ્યતાએ ઇષ્ટ અર્થાત્ પોતાને ગમતા પદાર્થોનો વિયોગ ન થાય અને અનિષ્ટ અર્થાતુ પોતાને ન ગમતા અન્ય પદાર્થોનો સંયોગ થાય તેવી લાગણી એ લોભનું લક્ષણ છે. લોભને ખૂબ જ વિસ્તૃત અર્થમાં સમજવો જરૂરી છે. કારણ કે તેમાં અનંત પ્રકારના પદાર્થો વિશેની તરતમતાભરી લાગણી ભરી હોવાથી તેના અનંત પ્રકાર થઈ જાય છે. લોભ એ ખૂબ જ ઊંડો કષાય છે, તે જલદીથી પ્રગટપણે દેખાતો નથી, તેથી જીવને એ કષાયને સમજવામાં ઘણી ઘણી ભૂલો થતી રહે છે, વળી ચાર કષાયમાં આ કષાય સહુથી છેલ્લે ક્ષય થાય છે, એ હકીકત તેનું ચીકણાપણું પણ બતાવે છે.
આ ચારે પ્રકારના ભાવો પ્રત્યેક સંસારી જીવ અનુભવતો હોય છે, માત્ર તે ભાવોની તરતમતા દરેકની જુદી જુદી હોય છે. આમ અનંતજીવોના ક્રોધ, માન, માયા, લોભની તરતમતાને ગણવા જઈએ તો તે સંખ્યા અનંતાનંત થઈ જાય. આ ચારે કષાયોને બહુલતાએ તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર તથા મંદતમ રૂપે છે. ભાગમાં વહેંચી શકાય. પરંતુ સુગમતા માટે તથા ત્વરાથી સમજણ લઈ શકાય એ કારણથી શ્રી પ્રભુએ આ કષાયોના તરતમતા પ્રમાણે અનંતાનુબંધી આદિ ચાર પ્રકાર બતાવ્યા છે.
અનંતાનુબંધી કષાય એટલા તીવ્ર હોય છે કે તેનાથી જીવનો અનંત સંસાર વધી જાય છે, તે કષાયનો સૌથી તીવ્ર ભાવ છે. આ કષાયો જીવને સંસારથી છૂટવાના ભાવથી જ વિમુખ રાખે છે. આવા અનંતાનુબંધી કષાય ક્યારે બંધાય? અનંતાનુબંધી કષાયના ઉદય વખતે જીવને મહામૂલા મોક્ષમાર્ગને પ્રકાશનારા દેવ, ગુરુ તથા શાસ્ત્ર સંબંધી વિપરીત ભાવ પ્રવર્તે છે, તે ભાવના અનુસંધાનમાં તે જીવ નવાં અનંતાનુબંધી કર્મ ઉપાર્જે છે. કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. સત્સંવ, ગુરુ તથા શાસ્ત્ર પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે અનંતાનુબંધી માન. શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની વૃત્તિ તે અનંતાનુબંધી માયા. અને ધર્મનાં નામથી સંસારી લાભમાં રચ્યાપચ્યા રહેવાની વૃત્તિ તે અનંતાનુબંધી લોભ. આ ચારે પ્રકાર ઉત્કૃષ્ટતાથી મંદતા સુધીના હોઈ શકે છે. પણ તે સહુ જીવને કલ્યાણના માર્ગમાં વિચરતાં વિક્ષેપ કરનારા
૩૩૯