________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે. આ ચાર કષાયમાં સહુથી જલદી છતો થાય તેવો, જણાઈ આવે તેવો કષાયા તે ક્રોધ છે. ક્રોધ એટલે અન્ય પદાર્થ કે જીવ પ્રતિ જે અણગમાની લાગણી થાય છે, તેનું વેદન કરવું, તે લાગણી પ્રગટ કરવી, અણગમતી વસ્તુ ન હોય તો સારું એવા ભાવમાં વર્તવું. આ લાગણીમાં આવેશ, તિરસ્કાર, અપમાન આદિ સમાવેશ પામી ક્રોધની લાગણીને તીવ્ર કરે છે.
આ પછીનો કષાય તે માનભાવ. પોતે કંઇક છે, બીજા કરતાં પોતા પાસે વધારે સારું છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. અહંકાર, મોટાઈ, આપવડાઈ, વગેરે માનના જુદા જુદા પ્રકારો ગણી શકાય. આવો માનભાવ જીવને રૂપ, બળ, વિદ્યા, જાતિ, ધન, સત્તા આદિ જુદા જુદા કારણોસર આવતો હોય છે. આ જુદી જુદી સમર્થતાને કારણે તેનું અભિમાન જીવને થાય છે, પરંતુ ઘણીવાર તો ‘મને માન નથી' એ ભાવનું અભિમાન પણ વર્તતું હોય છે. સાથે સાથે કેટલીકવાર માન કરવા યોગ્ય કોઈ પણ પદાર્થ જીવ પાસે ન હોય છતાં દેહાદિના તીવ્ર મમત્વને કારણે જે માનભાવ આવે છે તે શોચનીય છે. ભિખારી આદિમાં જે ઝગડા થતા જોવા મળે છે તેમાં આ પ્રકારનો માનભાવ કાર્યકારી થતો અનુભવાય છે.
માયા એટલે રાગભાવ અથવા છળ કપટ. સંસારી પદાર્થો પ્રતિ જીવને જે રાગભાવ થાય છે તેનો સમાવેશ માયા કષાયમાં થાય છે, તે માયાનો ગૌણ અર્થ છે. અને મુખ્ય અર્થ છે, કોઈપણ ભાવની છળ, કપટ, છેતરપિંડી, કે બનાવટ સાથે રજૂઆત કરવી. મનમાં એક પ્રકારનો ભાવ કે લાગણી વર્તતાં હોય, તેનાથી વિપરીત પ્રકારનો ભાવ વચનથી કે કાર્યથી પ્રગટ કરવો અથવા જુદા જ પ્રકારની લાગણી બતાવવી એ માયા કષાયને આભારી છે. પોતાનો સંસારી સ્વાર્થ સાધવા, સંસારી શાતા મેળવવા કે અન્ય કોઈ હેતુથી બીજાને હોય તેનાથી ઊંધુંચતું ભણાવી પ્રવૃત્તિ કરવી તે માયાદોષ. સત્યને અસત્ય અને અસત્યને સત્ય રૂપે રજૂ કરે તે માયા.
લોભ એટલે સંસારી પદાર્થોની આસક્તિ, મમતા, મૂરછ આદિ ભાવ સંતોષવા એ પદાર્થો મેળવવાની, સાચવવાની, તેનાથી જુદા ન થવાની ભાવના એ લોભ પ્રકૃતિ છે.
૩૩૮