________________
કેવળી પ્રભુનો સાથ
તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક ચારિત્રમોહની કુટિલતા સમજાવે છે. કોઈ જીવમાં જે દોષ ન હોય તે દોષનું આરોપણ કરી, આળ ચડાવી પોતાનો તે વ્યક્તિ માટેનો રોષ વ્યક્ત કરવો તે અભ્યાખ્યાન. આ પાપસ્થાને જીવને માન કષાયનું મુખ્યપણું, ક્રોધનું ગૌણપણું હોવા સાથે દ્વેષની પ્રગટ આવૃત્તિ સામાન્યપણે જોવા મળે છે.
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક ચારિત્રમોહની એક નવી ચાલ પર પ્રકાશ પાડે છે. પૈશુન્ય એટલે પરની ચાડીચૂગલી કરવી. જીવની ગેરહાજરીમાં અછતાઆળ ચડાવવા, ચાડી ખાઈ અન્ય અસંબંધિત જીવોને પણ કલહ તથા અશુભભાવમાં દોરી જવા અને ઘણા સાથે પોતાનો અશુભબંધ વધારાવવાનું કાર્ય આ પાપસ્થાનક કરે છે. ક્રોધ માન રૂપ દ્વેષની સાથે માયાકપટ ભળવાથી આ દુ:ખદાયી પાપસ્થાનનો ઉદ્ભવ થાય છે.
પંદરમું ૫૨પરિવાદ પાપસ્થાનક જીવને ખુલ્લેઆમ ચારિત્રમોહની જાળમાં ધકેલી અનેકવિધ નુકશાન કરે છે. પ૨રિવાદ એટલે અવર્ણવાદ કે નિંદા. જીવનાં અશુભ ભાવો, કાર્યો કે કરતુત માટે (જેનું અસ્તિત્વ હોય વા ન હોય) જાહેરમાં સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરરિવાદ નામનું પાપસ્થાનક છે. ચારે પ્રકારના કષાયના મિશ્રણથી આ સ્થાન રચાય છે.
સોળમું રિત-અરિત પાપસ્થાનક પણ ચારિત્રમોહનું કાર્ય પ્રગટ કરે છે. નોકષાયમાં રિત-અતિભાવ, ગમા અણગમાના ભાવને કારણે અન્ય કષાયો ઉદ્દીપ્ત થતા હોવાથી, થતાં કર્મબંધનને જણાવનાર આ પાપસ્થાનક છે.
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક ચારિત્રમોહનાં નવા સ્વરૂપનું દર્શન કરાવે છે. અસત્ય અને માયારૂપ ચારિત્રમોહની મેળવણીથી જીવને જે ફળ ભોગવવું પડે છે તે આ પાપસ્થાનકથી સમજાય છે. બે ઘાતીકર્મો એક અશુભકર્મ કરવામાં ભળે તો કેવી તીવ્રતા આવે તે અહીં જણાવ્યું છે.
અઢારમું મિથ્યાદર્શન શલ્ય પાપસ્થાનક એટલે પૂર્વનાં સત્તરે પાપસ્થાનકનો સરવાળો. જે માર્ગે આત્મા કર્મથી મુક્ત થાય તે સમ્યક્દર્શન. જે માર્ગે જીવ મુક્ત થવામાં અવરોધ પામે તે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન મોહનીયના દર્શનમોહ તથા
૩૩૬