________________
કેવળી પ્રભુનો સાથ
ક્યાં ક્યાં તત્ત્વો ભાગ ભજવે છે અને તેનો ઉપાય કેમ કરવી તેની સમજણ માટે આ પછીનાં સર્વ પાપસ્થાનક વર્ણવ્યાં છે. પરિગ્રહની બુદ્ધિને તોડવા જીવે શક્ય તેટલી વીતરાગતા કેળવવાની છે. કષાયના ક્ષય સાથે વીતરાગતા પણ પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. પહેલાં ત્રણ પાપસ્થાનક મોહનીય સિવાયનાં ત્રણ ઘાતકર્મોને આવરે છે, અને બાકીનાં પંદર પાપસ્થાનક મોહનીય કર્મનો હલ્લો કેવો આકરો હોય છે તેની સમજણ આપે છે. જીવ જરા પણ ગફલતમાં રહે તો તરત જ દર્શનમોહ તથા ચારિત્રમોહ ક્યાં ક્યાંથી પ્રવેશી જઈ જીવને નીચો પાડે છે તેનું પૃથકકરણ આ પંદર પાપસ્થાનોને સમજતાં થઈ જાય છે.
સામાન્યપણે જીવ પોતાના જ પુરુષાર્થથી દર્શનમોહ તોડી શકતો નથી, એ તોડવા માટે શ્રી સત્પરુષ કે સગુરુનું શરણ અને તેમનાથી મળતો બોધ કે ઉપદેશ એ મુખ્ય સાધન છે. શ્રી સદ્ગુરુ પ્રતિ શિષ્યને પ્રેમ થાય, શ્રધ્ધા જાગે અને અર્પણબુદ્ધિ આવે તો તેમના યોગબળથી શિષ્યને દર્શનમોહ તોડવો સહેલો થતો જાય છે. ગુરુ તથા શિષ્યની પાત્રતા જેમ જેમ ઉત્કૃષ્ટ થતી જાય તેમ તેમ શિષ્યને દર્શનમોહ તોડવો સુલભ અને સરળ થતો જાય છે. દર્શનમોહનો નાશ, શિષ્યને ચારિત્રમોહ ક્ષીણ કરવા માટે જે પુરુષાર્થ કરવાનો છે તેમાં ખૂબ સહાયરૂપ થાય છે કારણ કે દર્શનમોહ જવાથી શિષ્યની મતિનું સવળાપણું થાય છે. ચારિત્રમોહને તોડવા માટે જીવે ક્યા ક્યા સ્થાનોથી ચેતવા જેવું છે, તેનું દર્શન શ્રી પ્રભુએ આ પાપસ્થાનકો મારફત કરાવ્યું છે. અન્ય ત્રણ ઘાતકર્મોનાં બંધનનાં કારણરૂપ ત્રણ પાપસ્થાનક જણાવી તેનાથી નિવૃત્તિ કરવાનો અભિપ્રાય મૂક્યો છે. અને સર્વ કર્મમાં અગ્રેસર એવા મોહનીય કર્મની સમજણ ઘણાં ઊંડાણથી લેવી જરૂરી હોવાથી, તેની નિવૃત્ત યથાર્થપણે કરવા માટે પંદર પાપસ્થાનકોની સમજણ આપી તેનાથી છૂટવા માટે ક્યું છે. આ પંદરે પાપસ્થાનકો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વિચારીએ.
પહેલાં પાંચ પાપસ્થાનક ચાર ઘાતકર્મોની પ્રવૃત્તિ સૂચવે છે. પહેલું હિંસા પાપસ્થાનક દર્શનાવરણ બંધાવે – અહિંસા મહાવ્રતના પાલનથી જાય. બીજું મૃષા પાપસ્થાનક જ્ઞાનાવરણ બંધાવે – સત્ય મહાવ્રતનું પાલન ઉપકારી.
33४