________________
અઢાર પાપસ્થાનક
ચારિત્રમોહ બંનેને લાગુ પડે છે. ક્યાંય પણ ખોટા માર્ગે જવાથી કેવી પછડાટ ખાવી પડે તેનું સ્મતાએ વર્ણન આ પાપસ્થાને આવી શકે છે.
આમ ત્રણ પાપસ્થાનક ત્રણ ઘાતકર્મો માટે, ચોદ પાપસ્થાન મોહનીય માટે એક પાપસ્થાનક સત્તરે પાપસ્થાનકના સરવાળા રૂપે છે. જીવ જ્યારે ચારિત્ર મોહનીયના કોઈ પણ કષાયનું વેદન કરે છે ત્યારે તેનું મિથ્યાત્વ નષ્ટ થયું ન હોય તો બંધનનો અમુક ભાગ મિથ્યાત્વમાં જાય છે પણ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું હોય છે તેને આત્માના અસ્તિત્વ આદિની સતત પ્રતીતિ રહેતી હોવાથી વિભાવભાવ થોડા મંદપરિણામથી થાય છે, એટલું જ નહિ, મિથ્યાત્વ બંધાતુ ન હોવાથી, તેમાં જતો કર્મબંધનનો ભાગ અશાતાવેદનીયમાં ભળતો જાય છે. માટે પરપદાર્થની આસક્તિનો બંધ પડે છે ત્યારે ક્ષાયિક સમકિતીને ચારિત્રમોહનો બંધ થાય છે, તે સાથે અન્ય ત્રણ ઘાતી કર્મો પણ થોડી મંદતાએ બંધાય છે.
ચારે કષાયની તીવ્રતા અને મંદતાના આધારે મોહનીય કર્મની સ્થિતિ તથા રસ (અનુભાગ) નક્કી થાય છે, અને તેને આધારે અન્ય ઘાતકર્મ બંધાય તેવી પ્રવૃત્તિ થતી હોવાથી તે ઘાતકર્મોની સ્થિતિ તથા અનુભાગ પણ કષાયની તીવ્રતા તથા મંદતાને આધારે નક્કી થાય છે. આમ મોહ એ કર્મનો રાજા બની, કષાયની તીવ્રતા કે મંદતાના અનુસંધાનમાં અન્ય ઘાતી અઘાતી કર્મોની સ્થિતિ તથા રસ-અનુભાગ બંધાય છે. તીવ્ર કષાયના લાંબા ગાળાના ઉદયમાં અશુભ પ્રકૃતિઓ લાંબાગાળા માટે તીવ્ર રસવાળી બંધાય છે. તથા મંદ કષાયના લાંબા ગાળાના ઉદયમાં શુભ પ્રકૃતિઓ લાંબા ગાળાની બંધાય છે. કષાયનું મંદપણું સતત કરતા જવા માટે લક્ષિત રહેવા શ્રી પ્રભુએ એક એક કષાયને સ્વતંત્ર પાપસ્થાનક ગણાવી, તે માટે બોધ નિરૂપ્યો છે. છઠું પાપસ્થાનક ક્રોધ
સાતમું પાપસ્થાનક માન આઠમું પાપસ્થાનક માયો
નવમું પાપસ્થાનક લોભ ક્રોધ, માન, માયા તથા લોભ રૂપ ચારે કષાયો એકબીજાથી જુદાં હોવા છતાં એકબીજાને એવો સથવારો આપનાર છે કે તે ચારેનો સાથે જ વિચાર કરવાથી સમજણ સમ્ય
૩૩૭