________________
કેવળી પ્રભુનો સાથ
પ્રકૃતિ છે. અહીં દર્શનમોહનો બંધની અપેક્ષાએ એક જ પ્રકાર હોવાથી એક જ પ્રકૃતિ ગણી છે. બાકીની સંજ્વલન ચોકડી અને નવ નોકષાય એ તેર પ્રકૃતિ દેશઘાતી છે.
મોહનીય કર્મમાં ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અને જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્ત કાળની છે. ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિનો બંધ જીવને ક્યારેક જ થાય છે, પણ તે વચ્ચેના મધ્યમ બંધ જીવને સતત પડતા રહે છે. ક્ષાયિક સમકિત ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ બંધાય છે. છઠ્ઠા સાતમાં ગુણસ્થાન સુધી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયના બંધ થઈ શકે છે, અને સંજ્વલન પ્રકારના બંધ દશમા ગુણસ્થાન સુધી થાય છે. દેશમાં ગુણસ્થાનના અંતે તે બંધ નષ્ટ થાય છે. સમ્યકત્વ થતાં મિથ્યાત્વનો ઉદય જાય છે, સાથે સાથે અનંતાનુબંધી ચોકડી સત્તાગત થાય છે, પાંચમા ગુણસ્થાને અપ્રત્યાખ્યાની પ્રકૃતિનો અનુદય થાય છે, છઠ્ઠા ગુણસ્થાનથી પ્રત્યાખ્યાની પ્રકૃતિઓનો પણ અનુદય આવે છે, અને તે બધી પ્રવૃતિઓ સત્તામાં રહે છે. ક્ષપક શ્રેણિના આઠમા ગુણસ્થાનથી સર્વઘાતી ચારિત્રમોહની સત્તાગત પ્રકૃતિનો અને દેશઘાતી સંજ્વલન પ્રકૃતિનો આત્મા ક્ષય કરવાનો શરૂ કરે છે, અને ક્ષપક શ્રેણિના દશમા ગુણસ્થાને તે સર્વ સત્તાગત પ્રકૃતિનો અંત કરી, મોહના બંધનથી છૂટી સર્વ ઘાતકર્મનાં નવાં બંધન કરવામાંથી જીવ મુક્ત થાય છે. ઉપશમ શ્રેણિમાં દરેક પ્રકૃતિનો ભાગ પૂર્ણ ક્ષીણ થતો નથી અને અંશે સત્તાગત રહે છે, જે અગ્યારમા ઉપશાંતમોહ નામના ગુણસ્થાને ઉદયમાં આવી જીવને નીચે ઉતારે છે.
અપ્રત્યાખ્યાની ચાર કષાયનો ચોથા ગુણસ્થાન સુધી ધ્રુવબંધ થાય છે, પ્રત્યાખ્યાની ચાર કષાયનો પાંચમા ગુણસ્થાન સુધી ધુવબંધ થાય છે, સંજ્વલન ચાર કષાયનો નવમા ગુણસ્થાન સુધી ધુવબંધ થાય છે. નોકષાયમાં ભય અને જુગુપ્સા નવમા ગુણસ્થાન સુધી ધ્રુવબંધી છે અને બાકીના સાત નોષાય અધુવબંધી છે. મિથ્યાત્વ સિવાયની મોહનીય કર્મની અઢારે ધુવબંધી પ્રકૃતિ અધુવોદયી છે. અને તે સર્વ ક્ષય ન થાય ત્યાં સુધી ધ્રુવસત્તાએ પણ હોય છે.
આત્માનું મૂળ લક્ષણ એ સ્વરૂપમાં સ્થિર રહેવું તે છે, અને પોતાનાં સ્વરૂપમાં સ્થિરતા કે લીનતા માણવી એ આત્મચારિત્ર કહેવાય છે. પરંતુ જીવમાં જે પરિગ્રહબુદ્ધિ
૩૩૨