________________
અઢાર પાપસ્થાનક
અનંત ભાંગા થઈ શકે છે, તેમાં મુખ્ય ચાર ભાગ છે, જેના આધારે જીવના સંસારની વૃદ્ધિ તથા હાનિ નક્કી થાય છે.
ક્રોધ, માન, માયા તથા લોભ એ ચાર કષાયની અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચાર પ્રકારની પ્રકૃતિઓ છે. જે કષાય જીવનો અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી કષાય, જે કષાય ઉદય થવાથી કોઈ પણ પ્રયત્ન જીવ દાબી શકે નહિ તે અપ્રત્યાખ્યાની કષાય, જે કષાયને જીવ ધારે તો ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની, અને જે કષાયને દાબવામાં જીવને ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય કહેવાય છે. આમ કુલ સોળ પ્રકારના કષાયો જીવને સ્થૂળથી શરૂ કરી સૂમમાં સૂમ પરિગ્રહની જાળમાં ખેંચી જાય છે. સ્થૂળ પરિગ્રહ સચેત, અચેત સ્વરૂપે જીવ રહે છે, અને સૂમ પરિગ્રહ તે સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુઓ કર્મ સ્વરૂપે પ્રહવા તે છે. કષાયથી જીવની પરિગ્રહબુદ્ધિ પોષાય છે, અને તેને સથવારો આપે છે હાસ્યષટકુહાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા એ છ નોકષાય કષાયને ઉપ્ત કરી જીવના પરિગ્રહને વધારવાનું કામ કરે છે.
ચારિત્રમોહની કુલ ૨૫ પ્રકૃતિ છે, તેમાંથી અનંતાનુબંધી ચોકડી અને ત્રણ વેદ મિથ્યાત્વને મજબૂત કરવામાં ભાગ ભજવે છે. અને અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન પ્રકાર મળી કષાયની બાર પ્રકૃતિ તથા નોકષાયની છ પ્રકૃતિ સહિત કુલ અઢાર પ્રકૃતિઓ મિથ્યાત્વ ગયા પછી પણ જીવને તેના સ્વરૂપમાં સ્થિર થવા દેતી નથી. અનંતાનુબંધી ચોકડીનો નાશ મિથ્યાત્વનાં નાશ સાથે થઈ જાય છે, એટલે એને મિથ્યાત્વની સાથીદાર ગણી દર્શનમોહ સાથે વણી લેવાય છે. ત્યારે ચારિત્રમોહની અન્ય બાર પ્રકૃતિ અને નવ નોકષાય ચારિત્રમોહની જાળ બિછાવવામાં પૂરો ભાગ ભજવે છે. ત્રણ વેદ મિથ્યાત્વને તો પોષણ આપે જ છે, પણ મિથ્યાત્વ ગયા પછી યે સ્વરૂપસ્થિરતામાંથી જીવને ડગાવવા ખૂબ ભાગ ભજવે છે.
મોહનીય કર્મની ર૬ પ્રકૃતિમાંથી મિથ્યાત્વ, અનંતાનુબંધી ચોકડી, અપ્રત્યાખ્યાની ચોકડી અને પ્રત્યાખ્યાની ચોકડી (ક્રોધ, માન, માયા, લોભરૂ૫) એ તેર પ્રકૃતિ સર્વઘાતી
૩૩૧