________________
કેવળી પ્રભુનો સાથ
સંસારમાં જીવને સચેત તથા અચેત એમ બે રૂપે પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. સચેત પરિગ્રહ એટલે કુટુંબીજનો, દાસ, દાસી, અનુચરો, પશુપંખીરૂપ પરિવાર આદિ ત્રસ જીવોનો સમૂહ અને એ ઉપરાંત મણિ, રત્ન, હીરા આદિ એકેંદ્રિય સ્થાવર જીવો પરનો માલિકીભાવ. અચેત પરિગ્રહ એટલે સોનું, રૂપું, વસ્ત્ર, ઘરનું રાચરચીલું, આભરણ આદિ અનેક પદાર્થોની ગણતરી તેમાં કરવામાં આવે છે. આવા પરિગ્રહના પદાર્થોમાં જીવને અહંપણું અને મમપણું વિશેષપણે વર્તે છે, તેનાં કારણે તેનામાં કષાયનો ઉદ્ભવ થાય છે, કષ એટલે સંસાર અને આય એટલે લાભ. આમ જેનાથી સંસારની વૃદ્ધિ ઘણી સહેલાઈથી થઈ શકે છે તેને કષાય તરીકે ઓળખવામાં આવે છે. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાયની ગણતરી સંસારમાં થાય છે.
જીવને પોતાને ગમતા પદાર્થો પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા રહે છે તે લોભ કષાય છે. તેને પોષવા તે જીવ, જે શાતાના નિમિત્તો છે, સાધનો છે તે વધતા જાય એવી લોભી વિચારણા સફળ થાય તેની પ્રવૃત્તિમાં જીવ રચ્યોપચ્યો રહે છે. જ્યારે આ લોભપૂર્તિ થાય છે, લોભની સફળતા થાય છે એટલે કે પરિગ્રહ ધારવાની ઇચ્છા સંતોષાતી જાય છે ત્યારે તે જીવ માનભાવ વેદે છે, પોતે કંઈક વિશેષ છે અને બીજા તુચ્છ છે એવી લાગણીમાં તે રમવા લાગે છે. આ રીતે લોભ કષાયના વેદનમાં માન કષાયને પણ ભેળવે છે.
આ લોભ કષાય કે માન કષાયને બીજા કોઈ તરફથી હાનિ થાય, તેમના તરફથી તેની જાળવણી ન થાય તો તે ક્રોધ કષાયના ફંદામાં જકડાય છે. તે નિમિત્તરૂપ અન્ય જીવ કે અશાતા આપનાર અન્ય પદાર્થ પ્રતિ અણગમાની તથા તુચ્છતાની લાગણીરૂપ ક્રોધ અનુભવે છે. વળી, આનાથી અનુભવાતા પરાજયને જ્યારે જીવ જીરવી શકતો નથી, ત્યારે તે માયાકપટ કરી ધારી સફળતા પામવા યત્નાવાન થાય છે. આમ કરવામાં તે જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચત્તુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું અવલંબન લઈ વર્તે છે. આ માયાકપટ નામનો કષાય છે. આ રીતે જીવ પોતે ધારેલા પરિગ્રહની બાબતમાં ચાર પ્રકારની લાગણી ચાર કષાયના સ્વરૂપે અનુભવે છે. આ કષાયોની તીવ્રતાથી મંદતા સુધીમાં
૩૩૦