________________
અઢાર પાપસ્થાનક
જવાના ભાવની મંદતા. એટલે કે નિર્વેદનું સેવન. સંસારમાં દેખાતા સુખમાં સાચું સુખ નથી, તેમાં તો સતત દુઃખ ડોકિયાં જ કરી રહ્યું હોય છે, તેવી સમજણ સત્ય સ્વરૂપે પ્રગટવાથી જીવનો નિર્વેદ વધતો જાય છે. આ ભાવની સત્યતાની અનુભૂતિથી જીવની વાસના શાંત ને શાંત થતી જાય છે. આ ભાવની સિદ્ધિ કરવા માટે, વૈરાગ્યને દઢતાથી સાચવવા માટે સત્પરુષના ઉપદેશ અને સત્સંગ જેવું બીજું કોઈ બળવાન સાધન નથી.
મિથ્યાત્વથી મુક્ત થઈ, પોતાના અનુભવ મૌક્તિકને માત્ર કલ્યાણભાવથી પુરુષ જીવને સંસારની અસારતાનો ચિતાર આપે છે, પોતાના અનુભવથી લાધેલા સંસારના પરિચયના પરિપાકને જગતજીવો સમક્ષ રજુ કરે છે, ત્યારે તેમને આ બોધની અસર થાય છે. તે જીવ પોતાના સંસારી અનુભવ સાથે, જગતમાંથી મળતા રાગમિશ્રિત પ્રેમ સાથે પુરુષના માત્ર કલ્યાણભરિત પ્રેમની સરખામણી કરી, સપુરુષના બોધને જાણે છે તથા ઓળખે છે ત્યારે તેમના નિર્મળ પ્રેમ પ્રતિ આકર્ષાઈ, તે બોધનું ઉત્તમપણું જાણી શાશ્વત સુખ મેળવવાના શુભ ઉદ્દેશથી તેમના ચરણમાં અને શરણમાં જાય છે. ત્યારથી તે સંસારી જીવની આત્મશુદ્ધિની યાત્રા શરૂ થાય છે; અને ક્રમથી વિકાસનાં પગથિયાં ચડતાં તે શીખતો જાય છે.
પાંચમું પાપસ્થાનક પરિગ્રહ જીવને સંસારી પદાર્થો માટે જે આસક્તિ પ્રવર્તે છે, તે આસક્તિ જીવને સ્વસ્વરૂપ તરફ વિપરીતપણે પ્રવર્તાવે છે તે આપણે જાણ્યું. જીવની આસક્તિ જ્યારે સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ જીવનની સફળતા અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે. સંસારના પદાર્થોનું ગ્રહણ કરી, તેનો ભોગવટો કરવામાં મમત્વ કરવું એ જીવની પરિગ્રહબુદ્ધિનું પરિણામ છે. અને આવી બુદ્ધિમાં એકતા રાખી તેમાં રાચવું, એ જીવને માટે પાંચમું પરિગ્રહ પાપસ્થાનક છે.
૩૨૯