________________
અઢાર પાપસ્થાનક
પ્રવર્તે છે તે બુદ્ધિ તેને સ્વરૂપથી ચૂત કરે છે, અર્થાત્ આ બુદ્ધિ તેને ચારિત્રમાં સ્થિર થવા દેતી નથી. પરિગ્રહ કરવાની ઇચ્છા કરવી તે જ સ્વરૂપની સ્મૃતિ છે, આ પરિગ્રહ મેળવવાની પ્રવૃત્તિ કરવી તે વિશેષ સ્મૃતિ છે, મેળવેલા પરિગ્રહની માવજત કે સારસંભાળ લેવા જતાં જીવ સ્વરૂપનું અનુસંધાન છોડી પર પદાર્થ સાથે તાદાત્મ્યભાવ સાધે છે. આમ જોઇએ તો પરિગ્રહની ઇચ્છાથી શરૂ કરી, તેને લગતી સર્વ પ્રવૃત્તિઓ જીવને તેના ચારિત્રથી વિમુખ કરે છે. બીજી બાજુ પરિગ્રહબુદ્ધિને કા૨ણે જીવનો આત્મલક્ષ ચૂકાઈ જાય છે, પરિગ્રહ અને તેની સારસંભાળમાં ઊંડો રસ જાગવાથી, તેની પ્રવૃત્તિ વધી જવાથી આત્મલક્ષ ગૌણ થાય છે, નષ્ટ પણ થઈ શકે છે. આમ પરિગ્રહ ચારિત્રમોહ વધા૨વાનું કાર્ય સારી રીતે કરે છે. ચારિત્રમોહ એટલે આત્માચારને કલુષિત કરવા અથવા વિનષ્ટ કરવા. આ ભાવની તરતમતાના આધારે જીવ કષાયોનું તરતમપણું વેદતો હોય છે.
આ સમજણ પરથી આપણે તારણ કાઢી શકીએ કે કર્મપરમાણુરૂપ સૂક્ષ્મ પરિગ્રહ સચેત પંચેન્દ્રિય જીવો સાથેના વેદના ઉદયથી ગ્રહાય છે અથવા તો જડ પદાર્થો સંબંધી અતિ તીવ્ર ભાવ વેદવાથી ગ્રહાય છે, અને તેનાથી જીવનું દર્શનમોહ કર્મ બળવાન થાય છે. દર્શનમોહના ક્ષય માટે બ્રહ્મચર્યવ્રત - બ્રહ્મમાં ચરવાનો કે રહેવાનો ઉપાય શ્રી પ્રભુએ જણાવ્યો છે. અને કર્મપરમાણુરૂપ સૂક્ષ્મ પરિગ્રહ જીવ અચેત પદાર્થો સંબંધી ભાવ કરી ગ્રહણ કરે છે ત્યારે તથા અન્ય સચેત પદાર્થો પ્રતિ સામાન્ય બળવાન ભાવ વેદે છે ત્યારે તેનો ચારિત્રમોહ બળવાન થાય છે. આ કર્મના ક્ષય માટે પ્રભુજીએ અપરિગ્રહ વ્રતનો મહિમા બતાવ્યો છે.
ચારિત્રમોહ વધારનાર અને જીવને બંધનના બળવાન પાશમાં જકડનાર ચાર કષાય અને નવ નોકષાય છે. મિથ્યાત્વ અર્થાત્ દર્શનમોહનો નાશ થયા પછી પણ ચારિત્રમોહ જીવને ખૂબ જ પરેશાન કરે છે, તો પછી મિથ્યાત્વ સાથેના ચારિત્રમોહની પજવણી માટે કહેવું જ શું? આવા સર્વ અપેક્ષાએ જીવના શાશ્વત સુખને તોડનારા ચારિત્રમોહની અટકાયત ઘટાડવા તથા નષ્ટ કરવા શ્રી પ્રભુએ ખૂબ જ ઝીણવટથી એની સમજણ આપણને આપી છે. ચારિત્રમોહને વધારવામાં જીવમાં
૩૩૩