________________
કેવળી પ્રભુનો સાથ
આપી છે. પણ આ વ્રતને તો નિરપવાદ જ કહ્યું છે, કારણ કે નાનો સરખો અપવાદ લેવા જતાં પણ ચારિત્રભંગની મોટી ખીણમાં જીવ ફસાઈ શકે છે.
મૈથુન સેવવામાં ધૂળ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારની હિંસા થાય છે. એક સ્ત્રીપુરુષના ભોગમાં નવલાખ જીવો હણાવા રૂપ સ્થૂળ હિંસા થાય છે, એટલે કે અનેક જીવો ઉત્પન થઈ અંતમુહૂર્તકાળમાં મરે છે તે સ્થળ હિંસા છે. અને કષાય વેદ્યા વિના મૈથુન કાર્ય સંભવતું નથી, કષાયથી સૂક્ષ્મ હિંસા થાય છે. આમ મૈથુન સેવનથી ધૂળ સૂક્ષ્મ બંને પ્રકારની હિંસા થતી હોવાથી જીવને દર્શનાવરણ બંધાય છે. આ મૈથુન સેવન બળવાન મોહના ઉદય વિના થઈ શકતું ન હોવાથી જીવ તેમાં ઉચ મોહબંધ પણ કરે જ છે. તે જીવ દેહની વાસનાના સંતોષમાં સુખબુદ્ધિ વેદતો હોવાથી જ્ઞાનાવરણ પણ સુખબુદ્ધિની માત્રા પ્રમાણે બાંધે જ છે. વળી, દેહભોગના સુખમાં રાચવાથી જીવ પોતે સ્વસ્વરૂપથી વિમુખ થાય છે, અને અન્ય ભાગીદારને પણ વિમુખ કરે છે. કારણ કે બે વ્યક્તિના યોગ વિના જીવ સંયોગસુખ ભોગવી શકતો નથી. તેથી તે જીવ સ્વની બળવાન અંતરાય પણ બાંધે જ છે. આ રીતે બંધાતા ચારે ઘાતી કર્મોનાં અનુસંધાનમાં અઘાતી કર્મો બંધાયા વિના રહે જ નહિ તે સહેલાઇથી સમજી શકાય એવી સ્પષ્ટ બાબત છે. કષાયનું જેવું જેવું બળવત્તરપણું તેવું તેવું અઘાતી કર્મની અશુભ પ્રકૃતિઓ વિશેષ બંધાય, અને કષાયની જેટલી જેટલી મંદતા તેટલી તેટલી અઘાતી કર્મની શુભ પ્રવૃતિઓના બંધ થાય એ નિયમ આ કર્મ માટે એવો જ લાગુ પડે છે.
જે જીવો દક્ષ છે, જે જીવો થોડામાં ઘણું ઘણું સમજી ગ્રહણ કરી શકે છે, તેમને માટે આ વ્રતનો સમાવેશ અપરિગ્રહ વ્રતમાં કરેલો છે, પણ જે જીવો આનાથી વિરુધ્ધ પ્રકારના છે તેમને માટે આ બહ્મચર્ય વ્રત સ્પષ્ટપણે, વિના અપવાદે આરાધવાની ભલામણ શ્રી પ્રભુએ આપી છે.
આ પાપસ્થાનકથી બચવા માટે શ્રી પ્રભુએ વૈરાગ્ય ગુણ પ્રગટાવવો જરૂરી જણાવ્યો છે. વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, સંસારના ભોગઉપભોગમાં
૩૨૮