________________
કેવળી પ્રભુનો સાથ
ઉપાય છે. ત્રણે વેદ મોહને અતિ બળવાન કરતા હોવાથી, સ્વને બદલે પરની એકાકારતા જીવને અપાવતા હોવાથી, અને ઉગ્ર દર્શનમોહના બંધનમાં ખેંચી જતા હોવાથી, તેનાથી પોતાનું રક્ષણ કરવા માટે બ્રહ્મચર્ય નામનું ચોથું મહાવ્રત કહ્યું છે. આ વ્રત નવવાડ વિશુદ્ધિથી પાળવાનું છે, તથા તેનાથી નિષ્પન્ન સંયમનો જ્યાં
જ્યાં ભંગ થાય ત્યાં ત્યાં તે સ્થિતિનો તીવ્ર નકાર કરવાનો કહ્યો છે. વિકારત્યાગને સાચવવા માટે શ્રી પ્રભુએ નીચે પ્રમાણે નવ સૂચનો કર્યા છે – ૧. વસતિ – સ્ત્રી આદિ જનો, જેની ચેષ્ટા મુનિમાં વિકાર કરાવી શકે તેમ
હોય, જ્યાં વસતાં હોય ત્યાં બ્રહ્મચારીએ વસવું ઘટે નહિ. હૃદયમાં જાગતો નાનો અમથો વિકારનો તણખો ભાવિમાં અગ્નિરૂપ ધારણ કરી શકે છે. માટે
ચેતતા રહેવું. ૨. કથા – બ્રહ્મચારીએ માત્ર સ્ત્રી કે એક જ સ્ત્રીને ઉપદેશ કરવો ઘટે નહિ.
શૃંગારની વાતો કરવી નહિ. કથા એ મોહને ઉત્પન્ન થવાનું નિમિત્ત છે,
મનનો વિકાર દેહના વિકાર સુધી ફેલાઇ શકે છે માટે. ૩. આસન – બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને બેસવું નહિ, એટલું જ
નહિ પણ જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં તેના ઊઠયા પછી પણ બે ઘડી સુધી બ્રહ્મચારીએ બેસવું નહિ કારણ કે તેના અંગમાંથી નીકળેલા સ્ત્રીવેદના ઘટકો સ્ત્રીની સ્મૃતિનું કારણ બની વિકારની ઉત્પત્તિ કરાવવામાં સહભાગી થવાની
સંભાવના છે. ૪. ઇન્દ્રિય નિરીક્ષણ – સ્ત્રીઓનાં અંગોપાંગોનું નિરીક્ષણ બહ્મચારીએ
કરવું નહિ. અંગ પર દૃષ્ટિ એકાગ્ર થવાથી તે વિકાર જાગવાનું નિમિત્ત બની
શકે છે. ૫. કુડયાંતર – ભીંત, પડદા આદિનું અંતર વચમાં હોય, અને બીજી બાજુ
સ્ત્રીપુરુષ મૈથુન સેવતા હોય તેવી જગ્યામાં બ્રહ્મચારીએ રહેવું નહિ, તેમનાં વચનો, શબ્દો પણ બહ્મચારી માટે વિકારનાં કારણ બની જાય છે.
૩૨૬