________________
અઢાર પાપસ્થાનક
જ નથી. આ કારણે તેને દર્શનમોહની સાથોસાથ જ્ઞાનાવરણ બંધાયા વિના રહેતું જ નથી. વળી, પોતાને થયેલી સુખબુદ્ધિની આકુળતા તોડવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેમાં હિંસા તો છુપાયેલી જ છે, જેના પરિણામે તે જીવને દર્શનાવરણ કર્મનો બંધ અનિવાર્ય થઈ જાય છે. અને આ ત્રણે ભાવના મિશ્રણની પૂર્તિમાં કંઇક જીવોને સ્વરૂપથી વિમુખ કરવાના ભાવ તો પથરાયેલા જ રહે છે, જેનાથી અંતરાય કમી બંધાયા વિના રહેતું નથી. આવી પરિસ્થિતિમાં ભાવની તરતમતા પ્રમાણે ત્રણ કે ચાર અઘાતી કર્મ બંધાઇને જ રહે છે.
આ બધી અપેક્ષાઓનો વિચાર કરતાં જણાય છે કે દર્શનમોહ સહ કર્મોમાં ભયંકરમાં ભયંકર અને બળવાનમાં બળવાન કર્મ છે. તેથી તે કર્મથી છૂટવા માટે એટલો જ ઉગ્ર પુરુષાર્થ કરવો જીવને માટે જરૂરી છે એમ શ્રી પ્રભુ જણાવે છે. આ ઉગ પુરુષાર્થ કરવામાં સહાય મળે તે માટે ખૂબ જ ઉપકારી એવા કડક નિયમોનું પાલન કરવાની તેમણે ભલામણ આપી છે. મિથ્યાત્વનાં કારણથી વેદના ઉદયને જે રીતે પોષણ મળે છે, જીવને અતિ વિકળ થવું પડે છે, તેને તોડવા માટે, તથા મિથ્યાત્વ અને વેદના મિશ્ર ઉદયના કારણે જીવ મૈથુનની જાળમાં સપડાઈ અતિ તીવ્ર રાગદ્વેષની ભંગજાળમાં સપડાય છે; તેનાથી બચવા માટે, શ્રી પ્રભુએ નવવાડ વિશુધ્ધ બ્રહ્મચર્ય પાળવાની સલાહ આપી છે. મિથ્યાત્વ અને વેદના સંગથી બચવા તથા પોતાનું રક્ષણ કરવા શ્રી પ્રભુએ બ્રહ્મચર્ય પાલનને શ્રેષ્ઠ ઉપાય કહ્યો છે.
બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે આત્માને જોડવો તથા રાખવો એ બહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ છે. આ સ્થિતિએ પહોંચવા તથા તેમાં સતત રહેવા માટે પુરુષાર્થી થવા જે જે બાહ્યાચરણો ઉપકારી છે તેનું પાલન વિના અપવાદે કરવા જણાવ્યું છે. કારણ કે એના નિયમપાલનમાં થતો નાનો સરખો ભંગ પણ કાળે કરીને જીવને મોટા પાપબંધમાં લઈ જઈ શકે છે. વળી, બ્રહ્મમાં રહેવાનાં પોતાનાં ઉત્તમ ધ્યેયને જમીનદોસ્ત કરવાની શક્તિ આ પાપબંધ ધરાવે છે. તેથી પોતાનાં ઇચ્છિત ધ્યેય સુધી પહોંચવા માટે બાહ્યથી પણ સંયમ કેળવી આત્માને સ્વમાં પ્રવર્તાવવો એ આ પાપસ્થાનથી છૂટવાનો શ્રેષ્ઠ
૩૨૫