________________
અઢાર પાપસ્થાનક
બળવાન કષાયનું સેવન કરતાં તે જીવ અચકાતો નથી, અને પરિણામે તેવો જીવ મિથ્યાત્વની જાળમાં વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. આવી વાસનાને લીધે તે જીવ જોરદાર કષાય રાગદ્વેષરૂપે વેદે છે, જે દર્શનમોહના બંધમાં પરિણમે છે. આત્માનાં યથાર્થ શ્રદ્ધાનને બદલે પ૨વસ્તુના વિષયકષાયમાં એકાકારતા અનુભવે છે, અને સૌથી મોટું અને સૌથી ચીકણું કર્મ બાંધે છે.
ઘાતી અઘાતી સર્વ કર્મોમાં મોટામાં મોટું કર્મ દર્શનમોહનો મિથ્યાત્વ પ્રકાર છે. પહેલા ગુણસ્થાન સુધી મિથ્યાત્વ કે દર્શનમોહ ધ્રુવબંધી છે, એટલે કે જીવને તેનો બંધ સતત થયા જ કરે છે. તે ઉપરના ગુણસ્થાને તેને બંધ થતો હોતો નથી. વળી પહેલા ગુણસ્થાને જીવને મિથ્યાત્વનો ઉદય સતત રહેતો હોવાથી તે ત્યાં સુધી ધ્રુવોદયી પ્રકૃતિ છે. પહેલા ગુણસ્થાનથી જીવ આગળ વધે ત્યારે તે પ્રકૃતિ દબાય છે. અને જ્યાં સુધી મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી તે પ્રકૃતિ ધ્રુવસત્તાએ રહે છે. પાતળા મિથ્યાત્વને સત્તામાં રાખી જીવ ઠેઠ અગ્યારમા ગુણસ્થાન સુધી વિકાસ કરી શકે છે, અને ત્યાંથી તેનો ઉદય આવતાં અવશ્ય પતન પામે છે. મિથ્યાત્વનો પૂર્ણ ક્ષય કર્યા પહેલાં જીવને કર્મમુક્તિ સંભવતી નથી. જે ગુણસ્થાને જીવને સત્તાગત મિથ્યાત્વનો ઉદય આવે તે ગુણસ્થાનથી તેનું અવશ્ય પતન થાય છે.
આ મિથ્યાત્વનો રસબંધ શિથિલ થઈ તે મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીયરૂપ થાય છે ત્યારે તે પ્રકૃતિઓ અવસત્તાવાળી કહેવાય છે, કારણ કે આ બે પ્રકૃતિઓ અભવ્યને સત્તામાં હોય જ નહિ. વળી, બહુકાલીન ભવ્યને અથવા તો દૂરભવીને પણ તે પ્રકૃતિઓનો સદ્ભાવ હોતો નથી. આ બે પ્રકૃતિનો સદ્ભાવ માત્ર નિકટભવીને જ
હોય છે. મિશ્રમોહનીયનો સત્તાવાળો જીવ આગળ વધે તો તે ક્ષેપક શ્રેણિ માંડી શકતો ન હોવાથી, તેની પૂર્ણ મુક્તિ સંભવતી નથી. તે જીવને સત્તાગત મિથ્યાત્વ ડગલે ને પગલે ખૂબ સતાવતું રહે છે. સમ્યક્ત્વ મોહનીય ક્ષયોપશમિક સમકિત પામ્યા પછી ઉદયમાં રહે છે, અને સૂક્ષ્મતાએ ભોગવાઇને ખરતું જાય છે. જ્યારે ઉદયગત અને સત્તાગત સમ્યક્ત્વ મોહનીય તથા સત્તાગત મિશ્રમોહનીય તથા મિથ્યાત્વ જ્યારે જીવના આત્મપ્રદેશ પરથી પૂર્ણતાએ વિદાય લે છે ત્યારે તે જીવ ક્ષાયિક સમકિતી થાય છે.
૩૨૩