________________
કેવળી પ્રભુનો સાથ
આ ભયંકર મિથ્યાત્વને બહેકાવનાર તત્ત્વ છે વેદનો ઉદય. જીવમાં પડેલી વાસનાને નોકષાયમાં સમાતા ત્રણ વેદ વિભાવભાવથી ખૂબ ઉદ્દીપ્ત કરે છે. ત્રણ વેદ તે પુરુષવેદ, સ્ત્રીવેદ તથા નપુંસક વેદ. જે જીવને સ્ત્રીદેહનો સંગ કરી સુખ વેદવાના ભાવ થાય તે પુરુષવેદ, જે જીવને પુરુષદેહનો સંગ કરી સુખ માણવાના ભાવ થાય તે સ્ત્રીવેદ અને જે જીવને ઉભયદેહનો સંગ કરી સુખ અનુભવવાના ભાવ વર્યા કરે તે નપુંસકલિંગ વેદ. બધા જ અસંજ્ઞીજીવો નપુંસક હોય છે. અને સંજ્ઞી જીવોમાં ત્રણે પ્રકારનાં વેદ સંભવે છે. નારકી જીવો નપુંસક વેદે હોય છે, દેવોમાં મુખ્યતાએ પુરુષવેદ તથા સ્ત્રીવેદનો ઉદય હોય છે, મનુષ્ય તથા તિર્યચોમાં મુખ્યતાએ પુરુષ તથા સ્ત્રીવેદ અને ગૌણતાએ નપુંસક વેદનો ઉદય આવતો હોય છે.
પુરુષવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૮ વર્ષ. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૩/૧૪ સાગરોપમ. નપુંસકવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ, તથા જઘન્ય સ્થિતિ ૨/૭ સાગરોપમ. વેદની આ ત્રણે પ્રકૃતિ અધુવબંધી છે, ત્રણમાંથી એકનો બંધ પડતો રહે છે. આ ત્રણે પ્રકૃતિ અધુવોદયી પણ છે, ત્રણમાંથી એકનો જ ઉદય થાય છે. વળી, આ ત્રણે પ્રકૃતિ દેશઘાતી છે, તેમ છતાં તે સર્વઘાતી મિથ્યાત્વને ખૂબ સહાયક હોવાથી ખૂબ આકરી પણ છે. આ ત્રણે પ્રકૃતિઓ અધુવસત્તાવાળી છે, તે પ્રકૃતિ સત્તામાં હોય અથવા ન પણ હોય તે માટે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાને ત્રણે વેદનો ક્ષય થાય છે, તેમાં પહેલાં નપુંસકવેદનો, તે પછી સ્ત્રીવેદનો અને પછી પુરુષવેદનો ક્ષય થાય છે. અને તે ત્રણેનાં નવીન બંધનો પણ તે ગુણસ્થાને છેદ થાય છે. જીવની જો ઉપશમશ્રેણિ હોય તો તેને નવમા ગુણસ્થાને પહેલાં નપુંસકવેદ ઉપશાંત થાય, પછી તે સ્ત્રીવેદને ઉપશાંત કરે અને નવમા ગુણસ્થાનના અંતભાગમાં પુરુષવેદને પણ ઉપશાંત કરે અને એ કાળથી વેદોદયના બંધ, ઉદય અને ઉણાનો પણ વ્યવચ્છેદ કરે છે.
જીવને મિથ્યાત્વનો બંધ પડે છે ત્યારે તે સાચી રીતે પ્રવર્તતો હોતો નથી, પ્રવર્તી શકતો નથી, એટલે એ વખતે તેને પરપદાર્થમાં સુખબુદ્ધિ થયા વિના રહેતી
૩૨૪