________________
કેવળી પ્રભુનો સાથ
અઘાતી કર્મો મોટી સ્થિતિના બંધાય છે. મોહના સાથ વગર શાતા વેદનીય સિવાય કોઈ પણ કર્મ બંધાતું નથી એટલું જ નહિ એ શાતા વેદનીય પણ માત્ર એક સમયના જ કાળનું બંધાય છે. મોહનીય કર્મનાં અન્ય કર્મો પરના આ વર્ચસ્વને લીધે તે રાજા તરીકે ઓળખાય છે તે યથાર્થ છે.
મોહનીય કર્મના મુખ્ય બે વિભાગ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. અહીં દર્શન એટલે આત્માનું સમ્યક્ શ્રદ્ધાન. આવાં શ્રદ્ધાનને કલુષિત કરે અથવા વિનષ્ટ કરે તે દર્શનમોહ છે, અને આત્માનાં શુધ્ધ આચરણને કલુષિત કરે કે વિનષ્ટ કરે તે ચારિત્રમોહ છે.
દર્શનમોહની ત્રણ પ્રકૃતિઓ છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. જીવ, અજીવ આદિ સાત તત્ત્વ અને આત્માનાં અસ્તિત્વ આદિ છ પદ વિશે જે વાસ્તવિક યથાર્થ શ્રદ્ધાન થાય તે દર્શન અથવા તો સમ્યક્ત્વ કહેવાય છે. આ શ્રદ્ધાનનો જે કર્મ વિનાશ કરે અથવા તેને કલુષિત કરે તે દર્શનમોહ અથવા મિથ્યાત્વ કહેવાય છે. જીવ જ્યારે દર્શનમોહનો કર્મબંધ કરે છે ત્યારે ત્રણમાંની એક મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિનો જ બંધ કરે છે. પછી એ કર્મ ભોગવતાં ભોગવતાં તે કર્મને ટૂકડા કરી નાના સ્વરૂપનું કરી નાખે અથવા તો પુરુષાર્થ કરી મિથ્યાત્વના તીવ્ર રસને મંદ કરે છે ત્યારે તે મંદરસ વાળું મિથ્યાત્વ મિશ્ર મોહનીય કહેવાય છે. આ દશામાં તેને જીવનાં અસ્તિત્ત્વ માટે સાધારણ હકાર ઉપજે છે. તે પહેલાંની અવસ્થામાં જીવ આત્માનાં અસ્તિત્વને સ્વીકારી શકતો નથી. પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વની મંદતર અવસ્થા થાય ત્યારે તે સમ્યક્ત્વ મોહનીય બને છે. તેમાં તેને આત્માનાં અસ્તિત્વનો હકાર વર્તે છે, પણ અતિ સૂક્ષ્મપણે જીવને એ બાબતનું અશ્રધ્ધાન રહે છે, જે કેવળીગમ્ય છે. જીવને જો મિથ્યાત્વનો કે મિશ્ર મોહનીયનો ઉદય વર્તતો હોય તો તેને સમ્યક્ત્વ સંભવી શકતું નથી. પરંતુ જીવને જો માત્ર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તતો હોય તો તેને સમ્યક્ત્વ હોય છે, પણ અંશે દુષિત બને છે. આનો અર્થ એ થયો કે આત્માનાં અસ્તિત્વ આદિ બાબતનાં શ્રધ્ધાનમાં જે વિપરીતતા જીવને પ્રવર્તે છે તેના આધારે દર્શનમોહના ત્રણ વિભાગ પાડેલા છે. અને જીવ જ્યારે મિથ્યાત્વનો સંપૂર્ણ નાશ
૩૨૦