________________
અઢાર પાપસ્થાનક
જે મોહનીયના કારણે જીવ અનંત પ્રકારનાં કર્મો બાંધી અનંત સંસારમાં ભમે છે, તેનો નાશ કરવા એટલો જ ઉગ્ર પુરુષાર્થ જરૂરી છે એ સમજવું જરાય કઠિન નથી. અને એથી તો મોહનીયના કારણે ઉત્પન્ન થતા લગભગ પંદર પાપસ્થાનકો સમજાવી શ્રી પ્રભુએ તેના ઉપાય સૂચવ્યા છે.
ચોથું પાપસ્થાનક મૈથુન – અબહ્મ આપણે જાણ્યું તે પ્રમાણે ચારે ઘાતકર્મમાં ભયંકરમાં ભયંકર મોહનીય કર્મ છે. અને તેના ક્ષયોપશમના પ્રમાણમાં જીવનાં પરિભ્રમણની હાનિ તથા વૃદ્ધિ થાય છે. વળી, જેમ જેમ મોહ નાશ પામતો જાય તેમ તેમ જીવની દશા ઉદ્ઘ થતી જાય છે, અને મોહના ક્ષય પછી અન્ય ત્રણ ઘાતકર્મો ક્ષીણ થઈ જાય છે. આનો અર્થ એ થયો કે મોહનાં અસ્તિત્વ સુધી જીવને જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના બંધ થયા જ કરે છે. આ ઉપરાંત જીવને કેટલી માત્રામાં મોહનીયનો ક્ષયોપશમ થયો છે તેનું સૂચવન કરતાં ચૌદ ગુણસ્થાનકની રચના શ્રી પ્રભુએ આપણને સમજાવી છે. જેમ મોહ વિશેષ તેમ ગુણનું સ્થાન નીચું, અને જેમ મોહ અલ્પ તેમ જીવનું ગુણસ્થાન ઊંચું બતાવ્યું છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે જીવનો મોહ જેમ જેમ ઘટતો જાય છે, તેમ તેમ તેનામાં પોતાના મૂળભૂત ગુણો ખીલતા જાય છે, અને જ્યારે મોહનો સંપૂર્ણ નાશ થાય છે ત્યારે આત્માનાં સર્વ ગુણો પૂર્ણપણે પ્રકાશે છે.
આ કર્મમાં બીજી વિશેષતા એ છે કે જો કોઈ જીવ પુરુષાર્થ કરી પોતાનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો જોરદાર ક્ષયોપશમ કરે તો પણ તેનું મોહનીય કર્મ નાશ પામે જ એવો નિયમ નથી, આવા પુરુષાર્થના અનુસંધાનમાં મોહનીય કર્મ નાશ પામે વા ન પણ પામે. મોહનો એક ઝપાટો આવતાં ક્ષયોપશમ પામેલાં અન્ય કર્મો ફરીથી બળવાન થઈ શકે છે ખરા. એની સામે જો કોઈ જીવ સપુરુષાર્થ કરી મોહનીયનો બળવાન ક્ષયોપશમ કરે તો તેના અનુસંધાનમાં બાકીનાં ત્રણે આવરણો વધતા ઓછા પ્રમાણમાં નાશ તો પામે જ છે. આ અપેક્ષાએ મોહનીય કર્મને રાજા સમાન ગણવામાં આવે છે. આ ઉપરાંત મોહનાં અસ્તિત્વને કારણે જ
૩૧૯