________________
અઢાર પાપસ્થાનક
મનની સહાય વિના નિપજવું તે કેવળજ્ઞાન. આ જ્ઞાનમાં આત્મા એક પ્રદેશ, એક પરમાણુ તથા એક સમયનું જ્ઞાન મેળવવાની સૂક્ષ્મતા સુધી જઈ શકે છે, જાય છે. કેવળજ્ઞાન એક જ પ્રકારે છે.
પાંચ પ્રકારનાં જ્ઞાનને આવરણ કરનાર કર્મ જ્ઞાનાવરણ તરીકે ઓળખાય છે. તેમાંથી કેવળજ્ઞાનાવરણ એ એક જ પ્રકૃતિ સર્વઘાતી છે, બાકીની ચાર – મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવનો ઘાત કરતી પ્રકૃતિ દેશઘાતી છે. કેવળજ્ઞાનાવરણનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટી શકતું નથી, તેથી તે પ્રકૃતિ સર્વઘાતી કહી છે. અન્ય ચાર પ્રકૃતિઓમાં જેમ જેમ આવરણ ઘટતાં જાય છે, ક્ષયોપશમ વધતો જાય છે તેમ તેમ તે જ્ઞાન ખીલતું જાય છે, તેથી આ ચાર આવરણ દેશઘાતી પ્રકૃતિનાં ગણાય છે.
પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે, અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત કાળની છે. જીવનમાં અત્યંત સંકિલષ્ટ અધ્યવસાય – પરિણામ થાય ત્યારે જ્ઞાનાવરણનો ઉત્કૃષ્ટ બંધ પડે છે. જ્યારે તેનો જઘન્ય બંધ અત્યંત મંદકષાયી જીવ થાય ત્યારે પડે છે, બાકી સામાન્ય રીતે તેની વચ્ચેના મધ્ય સ્થિતિના બંધ જીવને સતત પડતા રહે છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણના બંધ ધ્રુવબંધી છે, એટલે કે એ પાંચેના બંધ જીવને સતત, સમયે સમયે પડતા જ રહે છે. દશમાં ગુણસ્થાનના અંતભાગ સુધી આ પ્રવૃતિઓ જીવને બંધાયા જ કરે છે, તે સમજાવે છે કે જગતના પરપદાર્થોમાં સુખબુદ્ધિ રાખીને જીવ પોતાનું કેટલું બધું અહિત કરતો રહ્યો છે.
જ્ઞાનાવરણની આ પાંચ પ્રકૃતિનો ઉદય જીવને સતત વર્યા જ કરે છે. તેથી આ પ્રકૃતિઓ ઘુવોદયી ગણાય છે. અને આ પ્રકૃતિઓનો ઉદય જીવને બારમા ગુણસ્થાનના અંત સુધી વેદવો પડે છે. બારમા ગુણસ્થાન સુધી આ પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણ જીવને સત્તામાં પણ હોય છે, તે સર્વનો સંપૂર્ણ ક્ષય થતાં બારમા ગુણસ્થાનના અંતે પહેલાં ચાર જ્ઞાન પંચમ કેવળજ્ઞાનમાં એકરૂપ થાય છે અને આત્મા સયોગી કેવળી અવસ્થાને મેળવે છે, પરિપૂર્ણ જ્ઞાન પ્રગટાવે છે.
૩/૯