________________
કેવળી પ્રભુનો સાથ
સંસારી પદાર્થોથી વંચિત બને છે. અને સૂક્ષ્મ ચોરી કરીને પોતાનાં શુદ્ધ સ્વરૂપને ગુમાવે છે.
આ રીતે ચોરી કરતાં કરતાં જીવ અંતરાય કર્મનો બંધ સતત કરતો રહે છે. અને તેના અનુસંધાનમાં અન્ય ઘાતી અઘાતી કર્મો પણ બાંધે છે.
વિચારતાં પ્રશ્ન થાય છે કે બીજાની રજા વિના, પરપદાર્થને ગ્રહણ કરવાની, ઉપાડી લેવાની વૃત્તિ જીવમાં ક્યારે અને સાથી ઉત્પન્ન થાય છે? જ્યારે તેની પાસે તે પદાર્થનો અભાવ હોય છે, વળી તેને પદાર્થ માટેનો ગમો તથા જરૂરિયાત જણાય છે, અને તે પદાર્થનો માલિક પોતાને તે પદાર્થનું દાન આપવા તૈયાર નહિ થાય, એ પદાર્થ મેળવવાની અનુજ્ઞા તેનો માલિક આપશે નહિ, આવી સ્થિતિ જણાય ત્યારે એ દ્રવ્ય ચોરી લેવાની વૃત્તિ, પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ થવાથી જીવમાં આવે છે. અને પોતાની વિવેક શક્તિ પર પડદો પાડી ચોરીનું કાર્ય જીવ કરી લે છે. ચોરી કરતી વખતે વર્તતી મોહબુદ્ધિ જીવને અંતરાય કર્મ સાથે મોહનીયનો બંધ પણ કરાવે છે. આ રીતે ચોરી કરતાં જીવ પદાર્થ કે દ્રવ્ય વિશે સુખબુદ્ધિ પણ વેદે છે. તેને એમ લાગતું હોય છે કે આ દ્રવ્ય મને મળે તો જ સુખ થાય. થતી પરપદાર્થની સુખબુદ્ધિથી એ જીવ જ્ઞાનાવરણ કર્મ બાંધે છે, અને સારાસાર વિવેક પરનો પડદો વધારે જાડો થાય છે. વળી, આવો પરપદાર્થ ગ્રહણ કરતી વખતે ધૂળ કે સૂક્ષ્મ હિંસા તો થાય જ, કારણ કે જીવ સામનો કરે તો સ્થૂળ હિંસા થાય અને નહિતર વસ્તુથી વંચિત થવારૂપ દૂભવણી કરાવી સૂક્ષ્મ હિંસા આચરે. થતી હિંસાના પ્રમાણમાં એ જીવને દર્શનાવરણ કર્મનો બંધ પડ્યા વિના રહે જ નહિ તે નિર્વિવાદ છે. આમ ચોરી કરવાથી જીવને ચારે પ્રકારનાં ઘાતકર્મનો બંધ અવશ્ય થાય છે. આ ઉપરાંત કરેલાં કુકર્મના પ્રકારની માત્રાના અનુસંધાનમાં ત્રણ કે ચાર અઘાતી કર્મનો બંધ પણ થયા વિના રહેતો નથી. જેની વસ્તુ ચોરી છે કે છીનવી છે તેને અશાતા પહોંચાડી છે, માટે કાર્યની તીવ્રતાનાં પ્રમાણમાં અશાતા વેદનીય બંધાય છે, પ્રભુના નીતિનિયમથી વિરુધ્ધ ચાલવા માટે અશુભ નામકર્મ બંધાય છે, સાથે સાથે નીચગોત્રનું ભાવિ પણ ઘડાય છે. પરંતુ જ્યારે જીવ શુભ કલ્યાણમય ભાવ કરે છે ત્યારે તેનાથી જગતનાં પુગલ પરમાણુની ચોરી
૩૧૨