________________
અઢાર પાપસ્થાનક
આ પાંચ પ્રકારનાં અંતરાયકર્મ દેશઘાતી છે. તેની એક પણ પ્રકૃતિ સર્વઘાતી નથી. અંતરાયકર્મ જો સર્વઘાતી હોય તો જીવ જડ થઈ જાય, અને તેનો વિકાસ અસંભવિત થઈ જાય. જીવનું એક અંશે પણ વીર્ય ખુલ્લું જ રહે છે, અને જેમ જેમ અંતરાયકર્મ તૂટતું જાય છે તેમ તેમ જીવનું વીર્ય વધતું જાય છે. વળી આ પ્રવૃતિઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવનારી પણ છે. કોઇને દાન આપતાં અટકાવી જીવ દાનાંતરાય તો બાંધે છે, પણ પોતાને માટે લાભાંતરાય પણ બાંધે છે. બીજાને દાન આપતાં અટકાવી પોતાનો ભાવિનો લાભ ગુમાવે છે. અને તેની સાથે સાથે થતા અલાભને કારણે ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મ પણ જોડાઈ જાય છે. કોઇ પણ એક પ્રકારની અંતરાય જીવ વિશેષતાએ બાંધે તો અન્ય પ્રકારની અંતરાય પણ સાથે સાથે બંધાતી જાય છે.
વળી, જેમ સંસારની અને પરમાર્થની એમ બે પ્રકારની અંતરાય છે, તેમ ઘાતી અને અઘાતી એમ બીજા બે પ્રકારની અંતરાયનો પણ ઉલ્લેખ કરી શકાય. સંસારી પદાર્થોની પ્રાપ્તિનો લાભ થવા ન દે તે સાંસારિક અંતરાય, અને પરમાર્થના વિકાસમાં વિપ્ન આવ્યા જ કરે તે પારમાર્થિક અંતરાય. એ જ રીતે આત્માનાં વીર્યગુણનો ઘાત કરે તે ઘાતી અંતરાય અને વીર્ય હોવાં છતાં ઇચ્છિત પ્રાપ્તિથી વંચિત રાખે તે અઘાતી અંતરાય. આ બંને પ્રકારની અંતરાયો એકબીજા સાથે એકરૂપ થઈ વર્તતી હોય છે તેથી સંસારી અવસ્થામાં આ ભેદ પકડવો ખૂબ મુશ્કેલ પડે છે. પરંતુ કેવળજ્ઞાન થતાં ઘાતી અંતરાયનો સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે જ અઘાતી અંતરાયની સમજણ આવે છે. આત્માને કેવળજ્ઞાન થયા પછી જે સિધ્ધપદની અંતરાય ભોગવવી પડે છે તે અઘાતી પ્રકારની છે. અને આ સ્થિતિની વિચારણા વખતે જ અઘાતી કર્મોનો પ્રભાવ આપણને સમજાય છે.
પાંચ પ્રકારનાં અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે, અને તેનો જઘન્ય સ્થિતિબંધ અંતમુહૂર્ત કાળનો હોય છે. અંતરાય કર્મનો ઉત્કૃષ્ટ બંધ જીવનાં અત્યંત સંકિલષ્ટ પરિણામ થાય ત્યારે પડે છે, અને તેનો જઘન્ય બંધ અત્યંત મંદ કષાયના ઉદય વખતે થાય છે. બાકીના વચ્ચેના મધ્યમ બંધ જીવને સામાન્ય રીતે
૩૧૫