________________
કેવળી પ્રભુનો સાથ
જે વસ્તુનો માત્ર એક જ વખત ભોગવટો થઈ શકે તે ભોગ્ય વસ્તુ કહેવાય. મિઠાઈ, આહાર, પાણી, વિલેપનની ચીજો આદિ ભોગ્યવસ્તુઓ છે. પાસે રહેલી આવી ભોગ્ય સામગ્રી કોઈ પણ કારણથી ઇચ્છા હોવા છતાં ભોગવી શકાય નહિ તે ભોગાંતરાય કર્મનું ફળ છે. સિકંદરે પોતાનાં બાહુબળથી અઢળક લક્ષ્મી મેળવી હતી, પણ તેને તે ભોગવી શક્યો નહિ, કેટલાય કંજુસ શેઠિયાઓ અઢળક ધન એકઠું કરવા છતાં તેનો શાતા માટે ઉપયોગ કરી શકતા નથી, એ આદિ ભોગાંતરાય કર્મના પ્રભાવથી થાય છે. અન્ય સંસારી જીવો શાતાના પદાર્થો ભોગવતા હોય છે ત્યારે તેમના વિશે ઇર્ષા આદિ કારણથી વિઘ્નો નાખતાં રહેવાથી જીવ ભોગાંતરાય કર્મ બાંધે છે. પરિણામે ખાવાની વસ્તુ સામે આવે છતાં ખાઈ ન શકે, સુગંધી પદાર્થોનું વિલેપન માણી ન શકે ઇત્યાદિ અનુભવે.
જે દ્રવ્યનો એક ને બદલે અનેકવાર ઉપયોગ કરી શકાય તેને ઉપભોગ્ય દ્રવ્ય કહે છે. અને તેના ઉપયોગને ઉપભોગ કહે છે. કપડાં, ઘરેણાં, રાચરચીલું, આદિ ઉપભોગ કરવાની વસ્તુઓ છે. આવી વસ્તુઓને યથાર્થ રીતે જીવ માણી ન શકે તે ઉપભોગાંતરાય કર્મના ફળથી થાય છે. વસ્તુઓ હોય છતાં શરીરની નાદુરસ્તી આદિને કારણે તેનો ઉપભોગ કરવામાં વિદન આવે અથવા ઉપભોગયોગ્ય વસ્તુઓની પ્રાપ્તિ જ ન થાય તે ઉપભોગાંતરાય કર્મનો પ્રભાવ બતાવે છે. અઢળક સંપત્તિ સાથે તન ગરીબાઈનું જીવન જીવતા મમ્મણ શેઠ યોગ્ય ઉદાહરણરૂપ છે. જીવની ભિખારી અવસ્થા ઉપભોગાંતરાય કર્મનો ઉદય સૂચવે છે. જેઓ સંસારી પદાર્થોનો ભોગવટો યથાયોગ્યપણે કરે છે તેમને માટે વિન રચે, વિપરીત ભાવો કરે, તથા અન્ય જીવને દાનાદિ પ્રવૃત્તિ કરતાં રોકી લાભાંતરાયની સાથે ઉપભોગાંતરાય કર્મ પણ જીવ બાંધતો હોય છે.
પોતામાં પ્રગટેલી શક્તિનો સાચો ઉપયોગ કરી ન શકે, તેની તાકાત દબાયેલી જ રહે તે વીઆંતરાય કર્મનું ફળ છે. આ કર્મનો ક્ષયોપશમ કરી જીવ વીર્ય પ્રગટાવતો જાય છે. એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં ઉત્તરોત્તર વીર્યંતરાયનો ક્ષયોપશમ વધતો રહે છે. અને શલાકાપુરુષોને તો આ ક્ષયોપશમ ઘણો વિશેષતાએ હોય છે.
૩૧૪