________________
કેવળી પ્રભુનો સાથ
મેળવી શકાય છે તે પરોક્ષજ્ઞાન (૧); જે જ્ઞાન મેળવવામાં ઇન્દ્રિયની સાધન તરીકે જરૂર પડતી નથી, પણ માત્ર મનના સાધનથી મેળવી શકાય છે તે અપરોક્ષ જ્ઞાન (૨); અને જે જ્ઞાન ઇન્દ્રિય, મન કે અન્ય કોઈ પણ સાધનની સહાય વિના આત્મા મેળવે છે તે પ્રત્યક્ષ જ્ઞાન (૩). મતિ તથા શ્રુત એ બે જ્ઞાન માટે જીવને ઇન્દ્રિય કે મનના સાધનની જરૂર પડતી હોવાથી પરોક્ષ જ્ઞાન છે, અવિધ અને મન:પર્યવ જ્ઞાન માટે જીવ માત્ર મનના સાધનનો જ ઉપયોગ કરે છે માટે અપરોક્ષ જ્ઞાન છે, અને કેવળજ્ઞાનમાં ઇન્દ્રિય કે મન કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ આત્માને જરૂરી નથી માટે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. મિથ્યાત્વ સાથેના મતિ, શ્રુત અને અવધિજ્ઞાન કુમતિ, કુશ્રુત અને કુઅવિધ ગણાય છે, પણ આવરણની દૃષ્ટિએ વિચારીએ તો કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, મતિ, શ્રુત તથા અવધિજ્ઞાનમાં સમાઈ જતા હોવાથી, આવરણના પાંચ પ્રકાર જ થાય છે; આઠ પ્રકાર થાય નહિ.
પાંચ ઇન્દ્રિય તથા છઠ્ઠું મન એ છ પૈકી કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે વર્તમાનકાળ સૂચવે છે. શબ્દમાં ઉતારી શકાય તેવો જ્ઞાનવ્યાપાર તે શ્રુતજ્ઞાન. મતિજ્ઞાનથી પોતાપૂરતી સમજણ આવે છે, ત્યારે શ્રુતજ્ઞાનથી બીજાને સમજાવી શકાય છે. તેમાં ઇન્દ્રિય અને મનની સહાય સમાયેલી હોવાથી આ બંને પરોક્ષ જ્ઞાન થાય છે. મતિ સ્ફૂરાયમાન થઈ જણાયેલું જ્ઞાન તે મતિજ્ઞાન અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. શ્રુતજ્ઞાનનું મનન થઈ તે જ્ઞાન અનુભવરૂપ થાય ત્યારે તે મતિજ્ઞાન બને છે. શ્રુતજ્ઞાન મતિ વિના થઈ શકતું નથી, અને એ જ મતિ પૂર્વે શ્રુત હોવું જોઇએ.
અવધિજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્ય છે. જે દ્રવ્યને રૂપ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી દ્રવ્ય છે. મુખ્યતાએ પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. સ્થૂળથી સૂક્ષ્મ સર્વ રૂપી દ્રવ્યો અવધિજ્ઞાનનો વિષય થઈ શકે છે. ઇન્દ્રિયોની મદદ વિના, માત્ર મનની સહાયથી આ જ્ઞાન જીવને થાય છે. પ૨ના મનના વિચારો જાણવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. સંશીપંચેન્દ્રિય પ્રાણીના મનના ભાવોને જાણવાની શક્તિ જીવને મનના સાથથી આ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. અને ત્રણે લોકનું, ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન આત્મામાં ઇન્દ્રિય તથા
૩૦૮