________________
કેવળી પ્રભુનો સાથ
સત્યથી વિમુખ થાય છે. વિવિધ પ્રકારે જૂઠાંને સત્ય માનવાથી, સત્યને જૂઠું માનવાથી; જૂઠાંને સત્ય કહેવાથી, સત્યને જૂઠું કહેવાથી અને જૂઠાંને સાચું ગણી આચરવાથી તથા સાચાને જૂઠું ગણી આચરવાથી જીવનું જ્ઞાન અવરાતું જાય છે, પદાર્થનો વિશેષ બોધ થતો અટકી જાય છે. અને તે પણ એટલી હદ સુધી કે આત્મા પોતાના સ્વરૂપને ભૂલી દેહને જ સર્વસ્વ માનતો તથા અનુભવતો થઈ જાય છે, આ ભાવનું ઉત્કૃષ્ટપણું અવ્યક્તપણે જીવ અસંશીપણામાં વેઠે છે. આ પ્રકારે પરમાં સુખબુદ્ધિ વેદવાની માત્રાના અનુસંધાનમાં જીવ જ્ઞાનાવરણના તીવ્ર કે મંદ બંધ સ્વીકારે છે, અને તે પણ સતત.
સાચી સમજણ પર આવેલા આવરણને કારણે જીવને દેહાદિમાં સુખબુદ્ધિ થવા ઉપરાંત મોહબુદ્ધિ પણ ઉપજે છે. દેહાદિમાં સુખ છે એવા ભાવ થવા તે સુખબુદ્ધિ, અને તે મારાં છે, મને ગમે છે આદિ પોતાપણાના ભાવ તથા મમતા જાગવી તે મોહબુદ્ધિ છે. મોહબુદ્ધિ ક્યા પ્રમાણમાં થઈ છે તેના અનુસંધાનમાં જીવ તીવ્ર કે મંદ મોહનીય કર્મ પણ બાંધતો જાય છે. અજ્ઞાન તથા મોહવશ વર્તતો જીવ, પોતે માનેલી શાતાને સિધ્ધ કરવા જે વર્તના કરે છે તેમાં કોઈને કોઇની દૂભવણી થયા વિના રહેતી જ નથી. પરિણામે તે દર્શનાવરણ કર્મ બાંધી તેના સામાન્ય બોધ પર પણ આવરણ વધારે છે. આ પ્રકારે સૃષા જ્ઞાન, દર્શન અને દેહાત્મબુદ્ધિને લીધે તે જીવ બીજા અનેક જીવને વિવિધ પ્રકારે નુકશાન કરી અંતરાય કર્મ આશ્રવે છે. વળી, જેમ જેમ તેની અસત્ પ્રવૃત્તિ વધતી જાય તેમ તેમ તે સત્યથી વેગળો થતો જતો હોવાથી પરમાર્થ અંતરાય પણ વધારતો જાય છે. પરમાર્થની અંતરાય જીવને આત્માર્થે વિકાસ કરવા દેતી નથી, તેથી આ ખૂબ વિચારવા યોગ્ય હકીકત છે. અને આત્મસ્વરૂપ ઇચ્છતી વ્યક્તિએ તેનાથી છૂટવા પ્રવૃત્ત થવું ઘટે.
આ પ્રકારે મૃષાવાદનો આશ્રય કરી જીવ મુખ્યતાએ જ્ઞાનાવરણ બાંધે છે, અને તેના અનુસંધાનમાં બીજા ત્રણ ઘાતીકર્મો પણ બાંધે છે; તેમ છતાં તે અઘાતી કર્મના બંધનથી બચી શકતો નથી. જીવ જ્યારે તીવ્રતાએ મૃષાવાદનો આશ્રય કરે છે ત્યારે બીજા જીવોને અનેક પ્રકારે અશાતા પહોંચાડતો હોવાથી તે પોતા માટે પણ અશાતા વેદનીય ઉપાર્જે છે. સાથે સાથે તે અશુભ નામકર્મ તથા નીચગોત્રને પણ ખેંચે છે. આવા કાળે
૩૦૬