________________
કેવળી પ્રભુનો સાથ
खामेमि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ति मे सव्व भूएसु, वैरं मझं न केणइ ॥ સર્વ જીવ સાથેની મૈત્રીભાવ એટલે પૂર્ણ અહિંસાપાલન, હિંસાત્યાગ.
બીજું પાપસ્થાનક મૃષાવાદ મૃષા એટલે જૂઠું અથવા અસત્ય. જે વસ્તુ કે વાત જે પ્રકારે છે તેને તેનાથી વિપરીતપણે જાણવી કે જણાવવી, બોલવી કે બોલાવવી, કરવી કે કરાવવી, અથવા તે સર્વની અનુમોદના કરવી; આ સર્વનો મૃષામાં સમાવેશ થાય છે. મૃષાની પ્રવૃત્તિમાં રાચતા રહી, તેને સત્ય માની, યોગ્ય માની કાર્ય કરતાં રહેવાં તે મૃષાવાદ. મૃષા શૂળ, સૂક્ષ્મ, મોટું, નાનું એમ વિવિધ પ્રકારે સંભવે છે. ઉત્કૃષ્ટ મૃષાથી જઘન્ય મૃષા સુધીના અનંત ભેદ થઈ શકે છે, અને તેને લીધે જીવ અનંત ભેદે આવરણ બાંધી શકે છે. તે જૂઠનો આશ્રય ગમે તે ગતિમાં, ગમે તે જાતિમાં લઈ જ્ઞાનને વિપરીત ઓપ આપી જ્ઞાનાવરણ બાંધતો રહે છે. કેટલીયે વાર જીવ સભાનતાપૂર્વક, ઇચ્છાપૂર્વક, બળવાનપણે મૃષાવાદનો આશ્રય કરે છે, કેટલીક વાર જીવ બેકાળજીથી, અન્યની અસરમાં આવી મૃષાવાદ સેવે છે, તો કેટલીક વાર અજાણતાં, અણસમજથી, ઇચ્છારહિતપણે આવો મૃષાવાદ સેવી પોતાને કર્મબંધનમાં લપેટતો જાય છે.
મનુષ્ય ગતિમાં મોટા જૂઠમાં કન્યાલિક (વરકન્યાના રૂપગુણ સંબંધી જૂઠ), ગૌવાલિક (ગાય, ભેંસ આદિ ચોપગા પશુના રૂપગુણ સંબંધી જૂઠ), ભૌમાલિક (જમીન સંબંધી જૂઠ), કોઈની થાપણ ઓળવવી, ખોટી સાક્ષી આપી અન્યને કષ્ટમાં ઉતારવું એ સર્વનો સમાવેશ થાય છે. પોતા માટે તત્કાલિન લાભ લેવા માટે આવા પ્રકારનાં જૂઠાં કાર્યો જીવ કરતો હોય છે. આ ઉપરાંત બીજા જીવોને સારું લગાડવા તેનામાં ન હોય તેવા ગુણોનું આરોપણ કરે, પોતાની અયોગ્ય પ્રવૃત્તિ છૂપાવવા કરતા હોય તેનાથી વિપરીત પ્રવૃત્તિ બતાવે, પોતાની વર્તતી સ્થિતિ જુદી જ રીતે પ્રગટ કરે, એવી અનેક પ્રવૃત્તિ પોતાનો સ્વાર્થ સાધવા, ઓછી મહેનતે ઘણું પ્રાપ્ત કરી લેવા, બીજાને સારું લગાડવા, પોતાનો અણગમો વ્યક્ત કરવા આદિ અનેક હેતુસર જીવ કરતો રહી
૩/૪