________________
કેવળી પ્રભુનો સાથ
આ નવ પ્રકૃતિઓમાં ચક્ષુ તથા અચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ એ દેશઘાતી પ્રકૃતિ છે. બાકીની છ પ્રકૃતિ સર્વઘાતી છે. જે પ્રકૃતિ આત્માના ગુણને સર્વથા હશે, અને તે કર્મનો સંપૂર્ણ નાશ થાય ત્યારે જ તે ગુણ પ્રગટી શકે એ સર્વઘાતી પ્રકૃતિ છે. કેવળદર્શનાવરણ અને નિદ્રા પંચક સર્વઘાતી છે. નિદ્રા પંચક પણ ઇન્દ્રિયોના અવબોધને સર્વથા હણે છે તેથી તે સર્વઘાતી છે. જેનો ઉદય ક્ષયોપશમ સાથે અવિરોધી હોય તે દેશઘાતી પ્રકૃતિ છે. બીજી રીતે કહીએ તો જેમ જેમ કર્મનો ક્ષય થતો જાય તેમ તેમ ગુણ પ્રકાશિત થતા જાય તેવી પ્રકૃતિ દેશઘાતી ગણાય છે. ચક્ષુ-અચક્ષુદર્શનાવરણ તથા અવધિદર્શનાવરણ આ રીતે દેશઘાતી છે.
દર્શનાવરણ કર્મની નવે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની છે. અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિના બંધ જીવને
ક્યારેક જ પડે છે, પણ તેની વચ્ચેના મધ્યમ સ્થિતિના બંધ સતત પડયા જ કરે છે. દર્શનાવરણની પહેલી ચાર પ્રકૃતિના બંધ વધતા ઓછા પ્રમાણમાં દશમાં ગુણસ્થાન સુધી સતત પડયા જ કરે છે. પહેલી બે નિદ્રા આઠમા ગુણસ્થાનના પહેલા ભાગ સુધી ધ્રુવબંધી છે. બાકીની ત્રણ નિદ્રા બીજા ગુણસ્થાન સુધી ધુવબંધી છે. તે પછી તેનો બંધ પડતો નથી. સામાન્ય રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને આ કર્મનો અંત:કોડાકોડી સાગરોપમ કાળનો બંધ થતો હોય છે.
દર્શનાવરણની પહેલી ચાર પ્રકૃતિનો ઉદય જીવને સતત વત્ય કરે છે, અર્થાત્ આ પ્રકૃતિઓ ધુવોદયી છે. આ ચારે પ્રકૃતિનો બારમા ગુણસ્થાન સુધી જીવને સતત ઉદય રહે છે. આ પ્રકૃતિઓનો બારમા ગુણસ્થાનના અંતે ક્ષય થવાથી અંત આવે છે. પાંચ પ્રકારની નિદ્રાનો ક્યારેક ઉદય હોય, અને ક્યારેક ઉદય હોતો નથી, તેથી નિદ્રા પંચક અધુવોદયી છે.
દર્શનાવરણ કર્મની પહેલી ચાર પ્રકૃતિ જીવને બારમાં ગુણસ્થાન સુધી સતત સત્તામાં હોય છે. નિદ્રા પંચક પણ ધુવસત્તામાં હોય, તેમાંથી પહેલી બે દશમા ગુણસ્થાન સુધી અને બાકીની ત્રણ ઉપશમ શ્રેણિમાં અગ્યારમા ગુણસ્થાન સુધી અને ક્ષપક શ્રેણિમાં
૩૦૨