________________
કેવળી પ્રભુનો સાથ
થતા જઈ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસાનો પણ પ્રથમ પાયાથી ત્યાગ કરવો જોઇએ. હિંસાથી છૂટવા માટે સર્વ જીવો પ્રત્યેનો મૈત્રીભાવ કેળવતા જવાનો છે, મિત્ર મિત્રને હાનિ કરતો નથી, બલ્કે સહાય કરે છે. આથી સહુ પ્રત્યેના મૈત્રીભાવ અને દયાભાવ જીવને ઘાતીકર્મથી છોડાવતા જાય છે. જેમ જેમ દર્શનાવરણ કર્મ નબળું થતું જાય છે, તેમ તેમ તે જીવની ઇન્દ્રિયો બળવાન અને શક્તિશાળી થતી જાય છે.
આ બધી વિચારણા કરતાં સમજાય છે કે હિંસામાં બીજાના આત્માની થતી દૂભવણીને મુખ્ય ગણવામાં આવે છે. આ ભવણી થવાનું કે કરવાનું મુખ્ય કારણ દેહાધ્યાસ જ છે. પોતાના દેહના અધ્યાસને કારણે, દેહને વધુમાં વધુ સુવિધા આપવા માટે, તેની મનગમતી સાચવણી કરવા માટે બીજાના દેહનો ઘાત કે દૂભવણી કરવામાં આવે છે. સ્થૂળ હિંસા જીવના દેહ સાથે સંબંધ ધરાવે છે, અને સૂક્ષ્મ હિંસા સામા જીવના આત્મા સાથે સંબંધ ધરાવે છે. હિંસક જીવના પક્ષે દેહાધ્યાસનું જો૨ હોવાથી તેની ઇન્દ્રિયોનાં દર્શનમાં આવરણ આવે છે, તેને લીધે તેને વિપરીત દર્શન થતું હોવાથી તેના સામાન્ય બોધને આવરણ થાય છે, આ આવરણ એ જ દર્શનાવરણ કર્મ. સામાન્ય પ્રાથમિક બોધ અટકવા સાથે જીવને થતો વિશેષ બોધ પણ રોકાય તે સ્વાભાવિક છે. વિશેષ બોધ અટકે તેનું વિપરીણામ થાય તે જ્ઞાનાવરણ. આમ હિંસા કરવાથી દર્શનાવરણ કર્મ તો બંધાય છે, પરંતુ તેના અનુસંધાનમાં થતી દેહાધ્યાસની અસત્ય ઘેલછા કે સુખબુદ્ધિને કારણે જ્ઞાનાવરણ પણ બંધાય છે. આમ હિંસાના કૃત્યથી જીવનાં જ્ઞાન દર્શન બંને અવરાય છે.
જ્યારે જીવને જ્ઞાનદર્શન વિપરીતપણે પરિણમે છે ત્યારે તેની દેહાત્મબુદ્ધિ અને મોહ વિશેષે જાગૃત થાય છે અર્થાત્ જીવનું મોહનીય કર્મ જલદીથી વધે છે. હિંસાની જેટલી ઉગ્રતા અને કષાયની જેટલી તીવ્રતા તેટલું બળવાન મોહનીય તેને બંધાય. વળી, હિંસા કરવાથી તીવ્ર દેહાસક્તિવાળા જીવને દેહથી છૂટા પડવું પડે છે, અને તેને તેણે માનેલી શાતાથી વંચિત થવું પડે છે, આમ હિંસા કરનાર અન્ય જીવને સુખની અંતરાય આપી, પોતે નવું અંતરાય કર્મ બાંધે છે. આમ હિંસા કરવાથી જીવ એક નહિ પણ ચારે ઘાતીકર્મની ચુંગલમાં ફસાઈ જાય છે.
૩૦૦