________________
અઢાર પાપસ્થાનક
પરવશપણે આવા જીવો હણાતા હોવા છતાં, પોતાને વર્તતા મોહને કારણે મનથી તીવ્ર વેર અનુભવે છે. તેને પોતાને જે દુ:ખનું વેદના થાય છે, તેનું સભાનપણું હોય છે, અને આ સભાનપણાને કારણે તે મોહના વેરબંધનમાં, તીવ્રકષાયભાવના બંધનમાં જાય છે. એટલે સામસામા વેરબંધના કારણે મોહનીય કર્મ મુખ્યતાએ બંધાય છે. અને દર્શનાવરણ કર્મનું બંધન ગણતાએ થાય છે. જે જીવ અન્ય જીવને હણે છે, તેને વેરતૃપ્તિનો ભાવ સામાન્યપણે રહેતો હોવાથી મોહનીયનું મુખ્યપણું અને દર્શનાવરણનું ગૌણપણું થાય છે. તો, જે જીવ હણાય છે તે બળવાન અશાતા વેદનીયના અનુભવને કારણે નવાં વેર, ઇર્ષા, આદિ રૂપે મોહનાં નવાં બંધ કરી નાખે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વચ્ચે આથી મંદ કષાયના ઉદય હોય ત્યારે નવાં બંધ પણ મંદ થાય છે. આવા સંજોગમાં એક જીવ, બીજા જીવને દેહથી છૂટો ન પાડે, પણ તેને દૂભવણી થાય, અશાતા પહોંચે તેવી પ્રવૃત્તિ કરે. આવા સંજોગોમાં સામા જીવને પોતે દુઃખી છે, દૂભાય છે એનું ભાન સતત રહેતું હોવાથી તેના મનના પ્રત્યાઘાત બળવાન થાય છે; એટલે કે જેમને મનોયોગ છે એવા જીવ સાથેનો દુર્વ્યવહાર પણ મોટાફળને આપે છે. તેથી સામાન્ય રીતે પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની દૂભવણી ન કરવા માટે શ્રી પ્રભુએ આપણને ભલામણ કરી છે, સાથે સાથે સર્વ અસંજ્ઞી જીવોની હિંસાથી છૂટવા પણ અનુરોધ કર્યો છે. અને એ માટે દયાનો ગુણ ખીલવી, સર્વ જીવ સાથેના વેરભાવથી છૂટી સંપૂર્ણ શુધ્ધ થવા સુધીનો પુરુષાર્થ કરવા શ્રી પ્રભુ આશીર્વાદ આપે છે.
“સૂક્ષ્મ અપર્યાપ્તથી પંચેન્દ્રિય પર્યત હિંસા મૂકો હોંશથી, શિવકાંતાના કંત. મુષ્ટિ પ્રહારથી માંડીને, પ્રાણહરણ પર્વત, હિંસા મૂકો હોંશથી, શિવકાંતાના કંત.” “પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય.”
આ પરથી આપણને સમજાય છે કે જો જીવે સ્વરૂપને મેળવવું હોય, સર્વ પ્રકારનાં દુઃખ અને ક્લેશથી છૂટવું હોય તો ધૂળમાં ધૂળ અને મોટામાં મોટી હિંસાથી નિવૃત્ત
૨૯૯