________________
અઢાર પાપસ્થાનક
આચરેલ હિંસાના ફળરૂપે એ વેદના ભોગવવી પડે છે. આમ વિચારતાં આ લોકમાં ચારે બાજુ હિંસાનું સામ્રાજ્ય જ ફેલાયેલું આપણને જોવા મળે છે. લોકમાં ભમતા જીવો એકબીજાંને જાણતાં અજાણતાં, ઇરાદાપૂર્વક કે અનિચ્છાપૂર્વક પોતપોતાના કર્મ અનુસાર દૂભવતાં જ રહે છે, અને પરિણામે સતત દુ:ખ ભોગવતાં જ રહે છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને પણ એકેંદ્રિયાદિ જીવો દૂભવતાં રહે છે, એ જ રીતે તેઓ અસંજ્ઞી જીવોને પણ દૂભવવામાં સમર્થ થાય તે અકલ્પનીય બાબત નથી.
આવી રીતે એકબીજાને થતી દૂભવણી તીવ્ર તથા મંદ પ્રકારની હોય છે. હિંસાનું તીવ્રરૂપ એટલે એક બળવાન દેહાધ્યાસી જીવને અથવા તો મહાદશાવાન આત્માને ઇરાદાપૂર્વક શસ્ત્ર, અસ્ત્રના સાધનથી દેહને આત્માથી વેગળો કરવો. અને હિંસાનું મંદસ્વરૂપ એટલે જીવને સામાન્યપણે અણગમો આવે, અને સહેલાઇથી ગૌણ કરી શકે એવા પ્રકારની દૂભવણી કરવી. આવા તીવ્રતમથી મંદતમ સુધીની હિંસાના અનંત પ્રકાર થઈ શકે છે. હિંસા કરનારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનુસંધાનમાં હિંસાનો ભોગ બનનારના દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવનું અનુસંધાન કરી તેના ભાંગા રચવામાં આવે તો અનંત ભાંગા થઈ જાય. ઉદા. એક અજ્ઞાની જીવ કષાય કરી મુનિની હત્યા કરે તો તેને મોટો બંધ થાય, એ જ જીવ અજ્ઞાનીની હત્યા કરે, દોષિતની હત્યા કરે તો તેનાથી ઘણો નાનો બંધ થાય, એ જ જીવ પોતાના દેહની શાતા માટે વિકલત્રયની હત્યા કરે તો તેથી પણ અલ્પ બંધ થાય, અને તે ખોરાકની અનિવાર્યતા માટે એકેંદ્રિયની હિંસા કરે તો તેને સૂક્ષ્મ બંધ થાય. આ જ બધી હિંસાઓ જો સમિકતી જીવ કે આત્માર્થે આગળ વધેલો જીવ કરે તો તેને અજ્ઞાની જીવ કરતાં ઘણાં વિશેષ કર્મ બંધ થાય છે. વળી, સુવિધાવાળા ક્ષેત્રમાં આવી હિંસા થાય તો મોટાકર્મબંધ આવે, અને અસુવિધાવાળા ક્ષેત્રમાં જરૂરિયાતને કારણે આવી હિંસા થાય તો અલ્પ કર્મબંધ પડે છે. એ જ પ્રકારે જે કાળે અયોગ્ય હોય તે કાળે આવી હિંસા કરવામાં આવે તો બળવાન બંધ થાય, અને અનિવાર્ય કાળે હિંસાનું ફળ તેનાથી અલ્પ થઈ જાય. તેવી જ રીતે જે ભાવથી જીવ હિંસા કરે તે ભાવની તીવ્રતા મંદતા અનુસાર તીવ્ર કે મંદ બંધ જીવને થાય છે. આમ હિંસા કરનાર જીવનાં વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો
૨૯૭