________________
અઢાર પાપસ્થાનક
મૃષાવાદને પોષે છે. આ ઉપરાંત ઘણીવાર જીવ આવરણને કારણે સાચાખોટાનો ભેદ પારખી ન શકવાને કારણે, સારાસાર વિવેક યથાયોગ્ય ખીલ્યો ન હોવાને કારણે તથા આવાં બીજાં અનેક કારણોસર મૃષાવાદનું સેવન કરતો હોય છે. આ થઈ મનુષ્યગતિની વાત. પરંતુ આમાનાં કેટલાંયે કારણો અન્ય ગતિનાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની બાબતમાં સક્રિય રહેતાં હોય છે. પરિણામે ચારે ગતિનાં જીવો મૃષાવાદમાં સંડોવાયેલા રહે છે અને આ પાપસ્થાનકને સેવા કરે છે. અને સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં સેવેલા મૃષાવાદનું જોર એટલું બધું હોય છે કે અસંજ્ઞીપણામાં પણ અવ્યક્તપણે મૃષાવાદ સેવી દુ:ખી થતો રહે છે.
મૃષાવાદ એ હિંસા જેવું જ બીજું બળવાન પાપસ્થાનક છે. મૃષાનો આશ્રય કરવાથી જીવ અસત્યને સત્ય માને છે, આચરે છે, સત્યને અસત્ય માને છે, આચરે છે, વગેરે રીતે પ્રવતી તે પોતાનાં મૂળભૂત જ્ઞાનગુણને આવરે છે. મન, વચન અને કાયાથી જૂઠું બોલવાથી, આચરવાથી જીવનો જ્ઞાનગુણ અવરાય છે, કારણ કે તેમની સમજણ પર અસત્યનો પ્રભાવ વધી જાય છે. જ્ઞાન એ આત્માનો મૂળ સ્વભાવ છે, તેને સત્ય સ્વરૂપે જાણવાથી, આચરવાથી જ્ઞાનગુણ અકબંધ રહે છે, પરંતુ જ્યારે આત્મા સિવાયના પદાર્થોમાં જીવ પોતાપણાનું સુખ વેદે છે ત્યારે પરપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી તેની સાચી સમજણ પર આવરણ આવી જાય છે. સાચી સમજણ પર આવતું આવરણ જ્ઞાનાવરણ તરીકે ઓળખાય છે. વર્તતા આવા આવરણને કારણે જીવ પોતાનું સ્વરૂપ ભૂલી, વર્તતી પરિસ્થિતિમાં પોતાપણું કરી દુઃખનું વેદન કરતો રહે છે. વર્તતા જ્ઞાનનાં આવરણને કારણે જીવ ચારે ગતિમાં પોતાને જે દેહ મળ્યો છે તેમાં જ પોતાનું આત્મસ્વરૂપ સમજી, તેને જ લાલનપાલનનું પોતાનું કર્તવ્ય સમજી શાતા અશાતામાં રમમાણ થાય છે. આ જ્ઞાનાવરણનાં બળવાનપણાને કારણે અસંજ્ઞીપણામાં જીવની દેહાત્મબુદ્ધિ ખૂબ તીવ્ર રહે છે. સંજ્ઞા અવરાઈ જાય એટલું જ્ઞાનનાં આવરણનું બળવાનપણું વર્તતું હોય છે.
પરપદાર્થમાં સુખ છે એવા ભાવ કરવાથી જીવ પોતાની સાચી સમજણ પર જ્ઞાનનું આવરણ ઓઢે છે, અને પરપદાર્થની સુખબુદ્ધિ પોષવા જતાં જીવ ખોટાને સાચું માની બેસી
૩૫