________________
કેવળી પ્રભુનો સાથ
વિચાર કરવામાં આવે તો તેનાં અનંત પ્રકાર થાય છે, અને તેમાં હિંસાનો ભોગ બનનાર જીવનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની વિવિધતા ઉમેરવામાં આવે તો હિંસાના અનંતાનંત પ્રકારો થઈ શકે છે.
,
હિંસાના તીવ્રતમથી મંદતમ પ્રકારોના જે અનંતાનંત ભાંગા થાય છે, તેમાંથી હિંસાના પ્રકાર અનુસાર જીવને દર્શનાવરણ કર્મનો બંધ પડે છે. મુખ્યતાએ એક થી ચાર ઇન્દ્રિયો સુધીના અસંજ્ઞી જીવોની હિંસા કરવાથી, એ હિંસાના ફળરૂપે દર્શનાવરણ કર્મ જીવને બંધાય છે. ચાર ઇન્દ્રિય સુધીના અસંશી જીવોને મન ન હોવાથી, તેઓ પરવશપણે તથા અભાનપણે વેદના વેદે છે, મનના અભાવના કારણે તેઓ બદલો લેવાની ભાવના સભાનપણે ભાવી શકતા નથી. એટલે બે વચ્ચેનું વેર ઇરાદાપૂર્વકનું થતું નથી. વળી, અસંશી જીવોની હિંસા કરનાર મુખ્યતાએ વેરનો બદલો લેવા હિંસા કરતો નથી, પરંતુ પોતાને વર્તતા દેહાધ્યાસને કારણે, દેહની શાતા જાળવવા તે જીવ હિંસા કરતો હોય છે, આથી આવી હિંસાના ફળરૂપે તેને દર્શનાવરણ કર્મ બંધાય છે. બીજી રીતે કહીએ તો દર્શનાવરણ કર્મને કારણે ઇન્દ્રિયોની શક્તિ મંદ થાય છે. અને દેહાધ્યાસનું અતિ બળવાનપણું હોય તો ઇન્દ્રિયનો ઘાત પણ થાય છે. આમ સંસારની શાતા મેળવવા, દેહાધ્યાસ જાળવવા જે હિંસા થાય છે તેના ફળ રૂપે જીવને મુખ્યપણે દર્શનાવરણ કર્મ બંધાય છે, અને અન્ય ઘાતીકર્મો તેના પ્રમાણમાં અલ્પ બંધાય છે. ઉદા. આહારાદિની પ્રાપ્તિ માટે એકેંદ્રિયની હિંસા, પ્રકાશ મેળવવા થતી અગ્નિકાયની હિંસા, તરસ છીપાવવા કે સ્વચ્છતા જાળવવા થતી પાણીકાયની હિંસા, શ્વાસોશ્વાસ ચાલુ રાખવા કે ગરમીની અશાતા નિવારવા થતી વાયુકાયની હિંસા, નાનાં જીવજંતુથી થતી શરીરની અશાતાથી બચવા તેમની કરાતી હિંસા વગેરે પ્રવૃત્તિ એકથી ચાર ઇન્દ્રિયની હિંસામાં પરિણમે છે. આ હિંસા કરતી વખતે જીવને તીવ્ર કષાયનો ઉપદ્રવ હોય અથવા ન પણ હોય. આ હિંસા જાણતાં તથા અજાણતાં એમ બે પ્રકારે પણ સંભવી શકે છે, જે દર્શનાવરણ કર્મને મુખ્યતા આપે છે.
જ્યારે સંજ્ઞીપંચેન્દ્રિય જીવને હણવામાં આવે છે અથવા તો દૂભવવામાં આવે છે, ત્યારે આનાથી વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. આવા જીવોને મન હોવાથી, બાહ્યથી
૨૯૮