________________
કેવળી પ્રભુનો સાથ
પહેલું પાપસ્થાનક હિંસા જીવથી થતી સર્વ ક્રિયાઓમાં સૌથી વિશેષ કષ્ટ આપનાર કોઈ પણ ક્રિયા હોય તો તે, તેનાથી થતી હિંસાને પ્રભુએ અગ્રસ્થાન આપ્યું છે. આ હિંસાના સ્થૂળથી સૂક્ષ્મ સુધીના અનેક પ્રકારો શ્રી પ્રભુએ વર્ણવ્યા છે. સ્થૂળ હિંસા એટલે એક જીવને તેના શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને ખૂબ જ દુ:ખ પહોંચાડવું. આ જ હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ દૂભવણી કરવી. આમાં એકેંદ્રિયથી શરૂ કરી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની દૂભવણી કરી હિંસામાં સતત ભાગ લેતા જોવા મળે છે.
સામાન્ય રીતે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અન્ય જીવોને દૂભવતા વારંવાર જોવા મળે છે, પણ જીવની સામાન્ય બુદ્ધિથી અસંજ્ઞી જીવો અન્યને દૂભવે છે તે સમજી શકાતું નથી. આપણા જેવા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યો પાંચ પ્રકારના એક ઇન્દ્રિયવાળા જીવોની તથા વિકલત્રયની હિંસા કરતાં સતત જોવા મળે છે. પોતાના ખોરાક માટે, દેહની જાળવણી માટે, સુંદરતા જાળવવાના અભરખા માટે, આદિ અનેક કારણો માટે મનુષ્યો એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવોની સ્થળ હિંસા કરતાં ખચકાતાં નથી, એટલું જ નહિ પણ તે માટે આવા હિંસા કરવાના સ્થાનકો પણ ઊભા કરતાં જોવામાં આવે છે, તેથી તે બાબત સમજવી બહુ મુશ્કેલ જણાતી નથી. પરંતુ અન્ય અસંજ્ઞી જીવો બીજાને કેવી રીતે દૂભવે છે, તે સમજવું કઠણ લાગે છે. જો થોડા ઊંડાણથી વિચારીએ તો આ ક્રિયાઓ પણ સહેજે સમજાય છે – સમજાતી જાય છે. પાંચ પ્રકારના એકેંદ્રિયના નિમિત્તથી આપણને રોગાદિની ઉત્પત્તિ થાય છે, અસહ્ય વેદના ભોગવવી પડે છે, અને કેટલીયે વાર તેનાં કારણે અતિપ્રિય એવા દેહના ત્યાગનો સંભવ પણ ઊભો થાય છે. એ જ રીતે વિકલત્રયના નિમિત્તે પણ જીવ દુઃખ વેદે છે. મચ્છર, માંકડ, કીડી, મકોડા આદિ અનેક જીવોનાં કારણે મનુષ્યને જે ઉપાધિ અને દુ:ખ વેદવાં પડે છે તે સર્વવિદિત છે. આ બધાં પ્રકારનાં દુ:ખની અનુભૂતિ કરાવવી તે, તે તે જીવો માટે હિંસાત્મક ક્રિયા છે. આવી ક્રિયા કરનારને હિંસાનું પાપ ભોગવવું પડે છે. અને હિંસાનો ભોગ બનનારે, તેણે પૂર્વે
૨૯૬