________________
અઢાર પાપસ્થાનક
મધ્યમ ગ્રહણયોગ્ય વર્ગણા ત્યાં સુધી ગણાય કે જેમાં એક પરમાણુ વધતાં તે ઉત્કૃષ્ટ વર્ગણા થાય. આ ઉત્કૃષ્ટ વર્ગણામાં એક પરમાણુની વૃદ્ધિ થતાં તે વર્ગણા ઔદારિકને અગ્રહણ યોગ્ય જઘન્ય વર્ગણા થાય છે.
આ પ્રમાણે ઔદારિક ગ્રહણયોગ્ય અને અગ્રહણયોગ્ય વર્ગણાની માફક વૈક્રિય શરીરની પણ ગ્રહણયોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણા હોય છે. તેની સમજ આ રીતે લઈ શકાય. ઔદારિક ઉત્કૃષ્ટ ગ્રહણ યોગ્ય વર્ગણામાં એક પરમાણુ અધિક થતાં તે બહુ અણુએ નિષ્પન્ન અને સૂક્ષ્મ પરિણામ થવાથી ઔદારિકને ગ્રહણયોગ્ય રહેતી નથી, સાથે સાથે વૈક્રિયને ગ્રહણ માટે તે સંખ્યા અલ્પ બને, તથા, વૈક્રિય શરીર માટે તે પરમાણુઓ સ્થૂળ હોવાથી તે અગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. સાથે સાથે બે, ત્રણ, ચાર યાવતું અનંત પરમાણુઓની વૃદ્ધિ સુધી તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે અગ્રહણયોગ્ય વર્ગણા બને છે. ત્યાર પછી એક અણુની વૃદ્ધિથી જઘન્ય વૈક્રિય ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. આમ બે, ત્રણ, ચાર યાવત અનંત સૂક્ષ્મ પરમાણુઓની વૃદ્ધિ સુધી તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે ગ્રહણયોગ્ય થાય છે, તેમાં એક પરમાણુ વધતાં તે વર્ગણાઓ વૈક્રિય તથા આહારક બને શરીર માટે અગ્રહણયોગ્ય બને છે, કેમકે તે વર્ગણાઓ વૈક્રિય શરીર માટે બહુ તથા સૂક્ષ્મ પરિણામી થાય, અને આહારક શરીર માટે તે સ્તોક (અલ્પ) અણુ અને ધૂળ પરિણામી થાય. તે વર્ગણામાં બે, ત્રણ ચાર, પાંચ યાવતુ અનંત પરમાણુ સુધીની વૃદ્ધિ વાણી વર્ગણા આહારક શરીર માટે અગ્રાહ્ય રહે છે. તે પછીની એક પરમાણુની વૃદ્ધિએ તે વર્ગણા જઘન્ય આહારક ગ્રહણયોગ્ય વર્ગણા થાય. આમ આઠેની ગ્રહણયોગ્ય વર્ગણાની વચ્ચે અગ્રહણયોગ્ય વર્ગણા રહેલી હોય છે. અને તે પ્રત્યેકનાં પરમાણુઓ ક્રમથી સૂક્ષ્મ અને સૂક્ષ્મ થતાં જાય છે. આ આઠેની અવગાહના – ક્ષેત્રવ્યાપ્તિ એક એકથી ઓછી અને નાની થતી જાય છે. પુગલ દ્રવ્યમાં જેમ સમુહ મોટો થતો જાય તેમ પરિણામ સૂમ થતાં જાય છે. એટલે કે ઝાઝા પરમાણુઓ હોવા છતાં ક્ષેત્રફલક સૂમ થતું જાય છે. આ પ્રમાણે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્પણ વર્ગણા એક એકથી સૂક્ષ્મ થતી જાય છે, અને પ્રત્યેકની વચ્ચે જીવને અગ્રહણયોગ્ય એવી વર્ગણાઓ રહેલી હોય છે. આ સહુમાં કામણ વર્ગણા સહુથી સૂક્ષ્મ હોય છે.
૨૮૩