________________
અઢાર પાપસ્થાનક
જે પદાર્થ પોતાનો નથી, તેને પોતાનો માની જીવ ગ્રહણ કરે તો તે પદાર્થના માલિકને પદાર્થથી વિમુખ કર્યો કહેવાય, એટલે કે પદાર્થ અને તેના માલિક વચ્ચેનું અંતર પદાર્થ ગ્રહણ કરનાર જીવ વધારે છે. આ રીતે માલિક તથા પદાર્થ વચ્ચેનું અંતર વધારવું, અથવા અંતર વધારવાનું નિમિત્ત આપવું તે અંતરાય કર્મ છે. અંતરાય કર્મના પ્રભાવથી જીવ પોતાને જરૂરી પદાર્થોથી વિમુખ થાય છે, અને સૌથી વિશેષ પોતાના સ્વરૂપની જાણકારીથી અજાણ બની જાય છે. જીવ જેમ જેમ સ્થૂળતાથી શરૂ કરી સૂક્ષ્મતાવાળી પરવસ્તુ, પૂછયા વગર કે પૂછીને ગ્રહણ કરે તેમ તેમ તે સ્વીકાર ધૂળ કે સૂમ પ્રકારની ચોરીમાં સમાવેશ પામે છે. જે પોતાનું નથી તેવા સ્થળ પદાર્થો ગ્રહવા તે આત્મદષ્ટિએ સ્થળ ચોરી છે, અને કર્મનાં સૂમ કે સૂફમાતિસૂમ પુદ્ગલ પરમાણુઓ ગ્રહણ કરવા તે સૂક્ષ્મ ચોરી છે. આવી ચોરી કરતાં જીવ જેમ જેમ અટકતો જાય છે તેમ તેમ તેને અંતરાય બંધાતી ઘટતી જાય છે.
આપણે જાણીએ છીએ તે પ્રમાણે આત્માને પદાર્થોનો મૂચ્છભાવ કરાવે, આસક્તિ કરાવી મુંઝવે તે મોહનીય કર્મ. મોહનીયના બે પ્રકાર છે: દર્શનમોહ અને ચારિત્રમોહ. આત્માની પરપદાર્થો માટેની મૂર્છા કે આસક્તિ એટલી જોરદાર હોય કે જેથી જીવ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ આદિ બાબતમાં અશ્રદ્ધાન સેવે, પોતે પોતાનો જ નકાર કરી પુદ્ગલના મોહપાશમાં બળવાનપણે પ્રવર્તે. આ સ્થિતિ મિથ્યાત્વીની-દર્શનમોહની છે. જ્યાં સુધી મિથ્યાત્વ બળવાન હોય ત્યાં સુધી જીવ સન્માર્ગમાં પ્રવર્તી શકતો નથી. અકામ નિર્જરા કરતાં કરતાં અને સત્પષના આશ્રયે શુભ પરિણતિ કરતાં કરતાં જીવને મિથ્યાત્વની સ્થિતિ પાંચ ક્રોડાક્રોડી સાગરોપમ જેટલી નાની થાય છે ત્યારે તે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને આત્મસુખ મેળવવાના, આત્માર્થે આરાધન કરવા માટેના સામાન્ય અવ્યક્ત ભાવ થાય છે. અને એ જ ક્રમે તે જીવનું મિથ્યાત્વ એક ક્રોડાક્રોડી સાગરોપમ જેટલું નાનું થાય છે ત્યારે તેને સંસારથી છૂટવાના ભાવ પ્રગટપણે થવાની સંભાવના ઊભી થાય છે. જીવને મિથ્યાત્વ સાથેના ચારિત્રમોહનીય કર્મનાં દળિયાં પણ સાથે સાથે તોડતા જવાનાં રહે છે. દર્શનમોહ અને ચારિત્રમોહ બંને એકબીજા સાથે સંકળાયેલા છે, તેથી મિથ્યાત્વ એક ક્રોડાક્રોડીનું કરવામાં આવે ત્યારે સાથે સાથે
૨૯૧