________________
અઢાર પાપસ્થાનક
વેદનીય પણ બંધાતાં જ રહે છે. પણ તેની પેટા પ્રકૃતિઓમાં અમુક બંધાય અને અમુક બંધાતી નથી. માત્ર આયુષ્ય કર્મ જ એવું છે કે તે જીવનમાં એક જ વાર અને તે પણ અંતમુહૂર્ત કાળમાં જ જીવ બાંધે છે.
આ બધાનો વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે કે જો મોહનીય કર્મ બાંધવામાં આવે તો જ બાકીની છ કે સાત પ્રકૃતિ બંધાય છે. વળી મોહનીય કર્મના કષાયોની તીવ્રતા હોય તો બાકીની અશુભ પ્રવૃતિઓ વિશેષતાએ બંધાય છે અને કષાયોની મંદતા હોય તો શુભ પ્રકૃતિઓ બહુલતાએ બંધાય છે. આ બધી કર્મ પ્રકૃતિઓનો જીવનાં કલ્યાણની અપેક્ષાએ શ્રી પ્રભુએ અને તે અનુસરીને સત્પરુષોએ ઊંડાણથી વિચાર કરી, કઈ કઈ પ્રવૃત્તિ કરવાથી જીવને તીવ્ર અશુભકર્મનો બંધ પડે છે, કઈ કઈ પ્રવૃત્તિ કરવાથી મંદતાએ અશુભકર્મનો બંધ પડે છે, અને કેવો કેવો પુરુષાર્થ કરવાથી જીવ સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થઈ મોક્ષનાં સુખને માણી શકે છે. આ સર્વનો સમગ્રપણે વિચાર વિનિમય એટલે અઢાર પાપસ્થાનકની વિચારણા. આ સ્થાનોની વિચારણા કરતી વખતે મુખ્યતાએ ઘાતી કર્મોનો અભ્યાસ થયો છે અને ગૌણતાએ અઘાતી કર્મોનો અભ્યાસ થયો છે; કારણ કે જો ઘાતકર્મ બંધાતા અટકે, અને તેમાં પણ મોહનીયના બંધ થતા અટકે તો આપોઆપ અઘાતી કર્મોનો છેદ થતો જાય છે. - પાપસ્થાનક એટલે એવા પ્રકારની અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે અને અશાતાના ઉદયમાં સતત રહેવા માટે જીવને મજબૂર કરે છે. આવી પ્રવૃત્તિ અને આવા સ્થાનોનું સેવન જીવ સમજપૂર્વક ત્યાગે, પોતાની વિકળતાને સમાવે, તો જીવ ઘાતકર્મની ચુંગાલમાંથી છૂટકારો મેળવી શકે છે. આ વિકળતાથી છૂટવા સત્સંવ, સગુરુ અને સધર્મના આશ્રયે રહી સમ્યક્ પુરુષાર્થ કરવા જેવો બીજો કોઈ ઉત્તમ માર્ગ નથી, સત્સંગ અને સધર્મના પાલન કરવા જેવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી એવો અભિપ્રાય સર્વ મહાપુરુષોએ પોતાના અનુભવને આધારે વ્યક્ત કર્યો છે.
આત્માના જ્ઞાન, દર્શન આદિ મુખ્ય ચાર ગુણોને આવરનાર ચાર ઘાતી કર્મનાં નિવારણ માટે શ્રી પ્રભુએ જે ઉપાય સૂચવ્યા છે તે વિચારણીય છે. દર્શન એટલે પાંચ
૨૮૯