________________
અઢાર પાપસ્થાનક
આવે ત્યારે જઘન્ય સ્થિતિનો સાધારણ બંધ પડે છે. પરંતુ કષાયરહિત સ્થિતિમાં નિરસપણે માત્ર યોગના કારણે કર્મના જથ્થાને આત્મા સ્વીકારે છે ત્યારે તેને માત્ર બે જ સમયનો બંધ પડે છે. પહેલા સમયે બંધાય, બીજા સમયે વેદાય, ત્રીજા સમયે નિર્જરી જાય. વળી, કષાય ન હોવાના કારણે ઘાતી કર્મની પ્રકૃતિના બંધ આત્માને પડતા નથી, અને અઘાતીની માત્ર શાતા વેદનીય પ્રકૃતિનો જ બંધ પડે છે, જે બીજા જ સમયે ભોગવાઈ જાય છે. આમ સહુથી બળવાન સત્યયોગ હોવાથી શ્રી કેવળી ભગવંતને કર્મ પરમાણુનો જે સહુથી મોટો જથ્થો આવે છે તે શાતા વેદનીયરૂપે પરિણમી નિર્જરી જાય છે. જો જીવમાં કષાયનું અસ્તિત્વ હોય તો તેને એક સાથે ચાર ઘાતી અને ત્રણ અઘાતી પ્રકૃતિનાં બંધ પડે છે, અને આયુષ્યબંધ વખતે આઠ પ્રકૃતિ બંધાય છે. તે મૂળ પ્રકૃતિના પેટાભેદોમાં કોઇના બંધ પડે, કોઇના બંધ ન પડે, તેનો આધાર જીવની દશા પર છે, પરંતુ મૂળ પ્રકૃતિના બંધ તો થયા જ કરે છે. આ રીતે જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાત કે આઠ મૂળપ્રકૃતિના બંધ સતત થાય જ છે. તેની ઉત્કૃષ્ટતા અને કાળને ઓછા કરતાં કરતાં ક્ષીણ કરવા માટે શ્રી પ્રભુએ જે સાધનો અને માર્ગ દાખવેલ છે, તે મોક્ષમાર્ગ તરીકે પ્રસિધ્ધ છે. આનાથી વિરુધ્ધ જે જે પ્રવૃત્તિ કરવાથી કર્મબંધની સ્થિતિ તથા રસ ઘટ્ટ થતાં જાય, તે તે પ્રવૃત્તિને પાપસ્થાનક તરીકે શ્રી પ્રભુએ ઓળખાવેલ છે.
આ આઠે કર્મનો સમગ્રપણે વિચાર કરી, તેનાથી મુક્ત થવા માટે જે જે કરવા યોગ્ય છે તે આદરવા જેવું છે, આના આરાધન માટે, જે જે સ્થાનમાં જવાથી જીવના કષાયોની તીવ્રતા અને એકરૂપપણું વધે છે તે તે પાપસ્થાનકોને ત્યાગવા યોગ્ય કહ્યા છે. જે કાર્યથી પાપબંધ વધે તે પાપસ્થાનક ગણાય. શાસ્ત્રોમાં શ્રી પ્રભુ દ્વારા આવા અઢાર પાપDાનો વર્ણવ્યા છે. આ અઢાર પાપસ્થાન આ પ્રમાણે છેઃ
હિંસા, અસત્ય (મૃષા), ચોરી, મૈથુન, પરિગ્રહ. ક્રોધ, માન, માયા, લોભ. રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ. રતિ, અરતિ, માયામૃષાવાદ, મિથ્યાદર્શન શલ્ય.
૨૮૭