________________
કેવળી પ્રભુનો સાથ
ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયનું જેટલું તીવ્રપણું હોય, તેટલા લાંબા ગાળાનો કર્મબંધ જીવને થાય. સાથે સાથે તે કષાય કોના પ્રતિ છે, સત્સંવાદિ કે સામાન્ય જનાદિ પ્રતિ તેના આધારે પણ તેનો પ્રકાર તથા તીવ્રતા નક્કી થાય છે. જીવને જો અનંતાનુબંધી કષાય ઉદયમાં હોય તો નવો બંધ અનંતાનુબંધીનો પડે છે, અપ્રત્યાખ્યાન કષાય ઉદયમાં હોય તો નવો બંધ અપ્રત્યાખ્યાનીનો પડે છે, એ જ રીતે ઉદયાનુસાર પ્રત્યાખ્યાની તથા સંજ્વલન કષાયના નવા બંધ જીવને થાય છે. આ કષાયની તીવ્રતા તથા તે કેટલા કાળ માટે ઉદયમાં રહે છે તેના અનુસંધાનમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય કર્મના બંધના અનુભાગ તથા સ્થિતિ નક્કી થાય છે. જેટલી માત્રામાં આ કષાય સાથે જીવનું એકરૂપપણું થાય છે તેટલી માત્રામાં તેનો રસ – અનુભાગ બંધાય છે. જો જીવને કષાય સાથે સામાન્ય પ્રકારનું તદ્રુપપણું હોય તો સામાન્ય રસબંધ થાય, અને તીવ્રતાવાળું તદ્રુપપણું હોય તો તીવ્ર રસબંધ થાય. આથી તો અનંતાનુબંધી કષાય સાથે સામાન્ય રસબંધ હોઈ શકે છે અને સંજ્વલન કષાય સાથે તીવ્ર રસ પણ સંભવી શકે છે.
રસની તરતમતા આ પ્રમાણે વિચારી શકાય, શેરડીનો મધુર રસ કે લીમડાનો કડવો રસ જે સહજતાએ શેરડી કે લીમડામાંથી નીકળે તેટલો જ લઇએ, તો તે રસ એકઠાણિયો રસ કહેવાય. તે રસને ઉકાળીને અડધો રહે તેટલો ઘટ્ટ કરીએ તો તે બેઠાણિયો રસ કહેવાય. આ રસને વધારે ઉકાળીને ત્રીજા ભાગનો કરી નાખીએ તો તે ત્રણઠાણિયો રસ થાય અને જો ચોથા ભાગ જેટલો જ રહેવા દઇએ તો તે ચોઠાણિયો રસ થઇ જાય. શુભ પ્રવૃતિઓ માટે શેરડીનું દૃષ્ટાંત અને અશુભ પ્રવૃતિઓ માટે લીમડાના કડવા રસનું દૃષ્ટાંત અપાય છે. રસના સઘનપણાની માત્રા તે રસબંધ. અને તે કેટલા સમય માટે રહે તેનું માપ તે સ્થિતિબંધ. કર્મની સ્થિતિ તથા રસની માત્રા, કેટલી છે તેનો આધાર કષાયની ઉગ્રતા કેટલો કાળ રહે છે તેની સાથે અને કષાય સાથે જીવનું એકરૂપપણું કેટલું છે તેની સાથે અનુક્રમે રહે છે.
જ્યારે ઉત્કૃષ્ટ કષાય ઉત્કૃષ્ટ એકરૂપતા સાથે લાંબા ગાળા માટે વેચવામાં આવે છે ત્યારે જીવને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો અને તીવ્ર રસ ભોગવવો પડે એવો કર્મબંધ થાય છે. વળી, જ્યારે અત્યંત મંદ કષાય જઘન્ય એકરૂપતા સાથે વેદવામાં
૨૮૬