________________
કેવળી પ્રભુનો સાથ
પોતાને વર્તતા કષાયને કારણે જે કાશ્મણ વર્ગણા આત્મા પ્રતિ ખેંચાય છે તેમાંની કેટલીક વર્ગણા જ્ઞાનાવરણ રૂપે, કેટલીક દર્શનાવરણ રૂપે અને અન્ય બાકીના સર્વ ઘાતી અઘાતી કર્મ રૂપે પરિણામે છે. દરેક પ્રકારનાં કર્મની પોતપોતાની સંખ્યા નિશ્ચિત હોય છે. આ રીતે યોગના કારણથી કર્મની પ્રકૃતિ નક્કી થાય છે. યોગ સાથેના જોડાણથી આત્મપ્રદેશોનું જે પરિસ્પંદન થાય છે તેના આધારે સ્કંધોની સંખ્યા નિશ્ચિત થાય છે. આકર્ષાયેલા સ્કંધોના અમુક સ્કંધો મોહનીય રૂપે, અમુક જ્ઞાનાવરણ રૂપે આદિ સાત પ્રકૃતિ રૂપે અને આયુષ્યના બંધ વખતે આઠ પ્રકૃતિમાં આકર્ષાયેલા સ્કંધો વહેંચાઈ જાય છે. જે પ્રકૃતિના ભાગે જે જથ્થો આવે છે તે તેનો પ્રદેશબંધ ગણાય છે.
પ્રદેશબંધ જુદી જુદી રીતે સમજાવાય છે. યોગના નિમિત્તથી જે કર્મવર્ગણા આકર્ષાય છે તે વર્ગણાના સમુહને પ્રદેશબંધ કહે છે. કર્મવર્ગણાની પરિણામ પામવાની હકીકતને પ્રદેશબંધ કહે છે. માત્ર કર્મદળનું ગ્રહણ તે પ્રદેશબંધ, સ્થિતિ કે રસની અપેક્ષા વિના કર્મ વર્ગણાનાં દળિયાં રહણ થાય તે કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો, તેની સંખ્યાને પ્રદેશબંધ સાથે સંબંધ છે. અમુક સરખી સંખ્યાના કંધવાળા પુદ્ગલ પરમાણુને આકર્ષવા તેને પ્રદેશબંધ કહેવાય છે. આ અપેક્ષાએ મોહનીય કર્મનાં પરમાણુઓ વિવિધ સંખ્યાના સ્કંધવાળા રહેતા હોવાથી, જુદી જુદી સંખ્યાનાં પરમાણુઓથી મોહનીયના સ્કંધો બનેલા હોવાથી તેને પ્રદેશબંધ નથી એમ કહેવામાં આવે છે.
“મોહનીયને પ્રદેશબંધ નથી, તેથી એક સાથે ભોગવી શકાય છે. મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીય કર્મ મનથી જિતાય નહિ. તીર્થકરાદિને પણ વેદવું પડે. ને બીજાનાં જેવું વસમું પણ લાગે.”
– શ્રી. રા. વચનામૃત
જેમ તેની આવણી, વેગ આવવામાં જબ્બર છે, તેમ તે જલદીથી ખસી શકે છે. મોહનીય કર્મનો તીવ્રબંધ હોય છે, તો પણ તેને પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. – વ્યાખ્યાનસાર પૃ. ૭પ૮
૨૮૪