________________
કેવળી પ્રભુનો સાથ
બને છે. તેને સારાસાર વિવેક સાથે વિશેષ વીર્યની ભેટ મળી હોવાથી પોતાની ઇચ્છા અનુસાર શુભ કે અશુભભાવમાં તે સ્થિર થઈ શકે છે. આમ હોવાથી જીવ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થામાં કર્મ પરમાણુઓનો સૌથી વિશેષ જથ્થો આકર્ષી શકે છે. વળી, જેમ જેમ તેની આત્મવિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ યોગશક્તિ વધતી જતી હોવાથી, કર્મપરમાણુનો જથ્થો પણ મોટો થતો જાય છે. જીવ ક્યાં અને કેવાં કર્મ પરમાણુને કેવી રીતે આકર્ષે છે તેની સમજણ ઉપકારી છે.
જીવ જે સજાતીય પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરે છે, તે પુગલના સમૂહને “વર્ગણા' કહેવામાં આવે છે. આવી વર્ગણા આ જગતમાં આઠ પ્રકારે પ્રવર્તે છે - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ વર્ગણા. આમાં દારિક વર્ગણા સહુથી સ્થૂળ હોય છે, અને ક્રમથી સૂક્ષ્મ સૂક્ષ્મ થતાં કામણ વર્ગણા સહુથી સૂક્ષ્મ હોય છે. એટલે કે તેની અવગાહના (રહેવાની જગ્યા) ક્રમથી ઘટતી જાય છે. ઔદારિક વર્ગણાનાં અનંત પરમાણુ જેટલી જગ્યા રોકે તેનાં કરતાં મનોવર્ગણાનાં અનંત પરમાણુનો જથ્થો ઘણી ઓછી જગ્યા રોકે છે. આ સર્વનાં ગ્રહણનું ગણિત નીચે પ્રમાણે છે.
આ જગતમાં આઠ પ્રકારનાં પરમાણુ એક એક પુગલ પરમાણુ રૂપે હોય તેવાં અનંતાનંત પરમાણુ પ્રવર્તે છે. તે જ રીતે એક જ જાતિનાં બે બે પરમાણુ જોડાયેલાં હોય તેવા દ્રયણુક પરમાણુ પણ અનંતાનંત છે. તેમજ ત્રણ ત્રણ સજાતીય પરમાણુના સ્કંધ પણ આ જગતમાં અનંતાનંત છે. આ રીતે એક એક પરમાણુ વધારતા જઈ, સંખ્યાત પરમાણુના સજાતીય સ્કંધની સજાતીય વર્ગરૂપ સંખ્યાતી વર્ગણા છે, અસંખ્ય પ્રદેશી (પરમાણુ) સ્કંધની અસંખ્યાત વર્ગણા રહેલી છે, અનંત પ્રદેશી (પરમાણુ) સ્કંધની અનંત વર્ગણા અને અનંતાનંત પ્રદેશ સ્કંધની અનંતાનંત વર્ગણા છે. સજાતીય પુદ્ગલનો સમૂહ તે વર્ગણા છે. આ સર્વ અણુમયપણે સ્થૂળ હોવાથી જીવને ગ્રહણ કરવામાં કામ આવતી ન હોવાથી તે અગ્રહણયોગ્ય છે. આ સર્વને ઉલ્લંઘીને, અભવ્યથી અનંતગુણે અને સિદ્ધને અનંતમા ભાગે, એટલા પરમાણુએ નિષ્પન્ન અંધ તે ઔદારિકપણે ગ્રહણયોગ્ય વર્ગણા થાય છે. સ્થૂળ સ્કંધવડે નિષ્પન્ન તે ઔદારિક શરીર. તેની વર્ગણા તે સજાતીય પુદ્ગલનો સમૂહ, એ દારિક શરીરની જઘન્ય વર્ગણા થઈ. તે પછી એક એક પરમાણુની વૃદ્ધિએ
૨૮૨