________________
કેવળી પ્રભુનો સાથ
એક સમય પછી, શરીર પર્યાપ્તિ પૂરી કરે ત્યાં સુધી, કામણ શરીર સાથે મિશ્રપણું તે દારિક મિશ્ર કાયયોગ, તથા કેવળી સમુદુધાતે ૨, ૬, ૭ મા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. ૧૧. દેવતા, નારકી, લબ્ધિવંત મનુષ્ય, પંચેન્દ્રિય તિર્યંચ અને વાયુકાય એકેંદ્રિયને વૈક્રિય કાયયોગ સંભવે છે. ૧૨. દેવતા નારકીને ઉપજતાં કામણ સાથે વૈક્રિયનો યોગ તે વેક્રિય મિશ્ર કાયયોગ. મનુષ્ય અને તિર્યંચને વિક્રિયારંભકાળે તથા છાંડવાના કાળે ઔદારિક શરીર સાથે વૈક્રિય મિશ્ર કાયયોગ. ૧૩. ચૌદ પૂર્વધારી તથા મહામુનિ આહારક શરીર કરે ત્યારે આહારક કાયયોગ. ૧૪. તેના પ્રારંભકાળે તથા છાંડવાના કાળે ઔદારિક સાથે આહારક મિશ્ર કાયયોગ. ૧૫. અષ્ટકર્મનો જે વિકાર તે કાર્પણ કાયયોગ. તે જીવને અંતરાલગતિએ અને ઉપજવાને પહેલે સમયે તથા કેવળી સમુદ્યાતના ૩,૪,૫ સમયે કાર્પણ કાયયોગ હોય છે.
એકેંદ્રિય જીવને માત્ર કાયયોગ હોય છે, બે થી અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોને કાયયોગ તથા વચનયોગ હોય છે, અને સર્વ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને મન, વચન તથા કાય એ ત્રણે યોગ હોય છે.
જીવને એકેંદ્રિયપણામાં માત્ર કાયયોગ જ હોય છે. તેથી જીવની યોગની શક્તિ એટલી બધી અવરાયેલી હોય છે કે તે પુગલપરમાણુઓને કર્મરૂપે નાની સંખ્યામાં આકર્ષી શકે છે. મુખ્યતાએ આ જીવો પૂર્વસંચિત કર્મોને મળેલી એક ઇન્દ્રિય દ્વારા ભોગવી ભોગવીને નિવૃત્ત કરતો જાય છે, અને તેનાથી અલ્પ સંખ્યામાં તે નવાં કર્મ આશ્રવે છે.
આમ થતું હોવાથી, યોગ્ય કાળે જીવ એકેંદ્રિયપણું ત્યાગી બે ઇન્દ્રિય મેળવી, કાયયોગ સાથે વચનયોગ પણ મેળવે છે. બે યોગ થતાં જીવની ગ્રહણશક્તિ તથા નિર્જરા કરવાની શક્તિ ઘણી વધી જાય છે. તેમ છતાં આ સ્થિતિમાં પણ આશ્રવ કરતાં નિર્જરા સામાન્યપણે વધારે રહે છે. પરિણામે જીવ ત્રણ ઇન્દ્રિય મેળવવા ભાગ્યશાળી થાય છે. જેટલી ઇન્દ્રિય વધારે તેટલા પ્રમાણમાં કાયયોગ તથા વચનયોગની શક્તિ વધતી જાય છે. આમ ચાર ઇન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં યોગશક્તિ વધારે ખીલે છે. તેના ફળરૂપે જીવ આશ્રવ તથા નિર્જરા વિશેષતાએ કરી શકે છે. તેથી જીવ જેવાં જેવાં નિમિત્તમાં આવે છે તેની માત્રાના પ્રમાણમાં તેની ગ્રહણ તથા ત્યાગની
૨૮૦