________________
અઢાર પાપસ્થાનક
મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને છોડયા પછી જ જીવ કષાયનો જય કરવા સુભાગી થાય છે. જીવને જ્યાં સુધી મિથ્યાત્વનું જોર હોય છે ત્યાં સુધી કષાયો તેને અનંતાનુબંધી પ્રકારથી આવતા રહે છે. મિથ્યાત્વના નારા સાથે જ અનંતાનુબંધી કષાયોનો પણ અંત આવે છે. પછીથી અપ્રત્યાખ્યાન કષાયો તેનું જોર અજમાવતા રહે છે. દેશવિરતિ ગુણસ્થાને અપ્રત્યાખ્યાન કષાયોનું જોર નરમ થતું જાય છે, અને સર્વવિરતિસ્થાને પ્રત્યાખ્યાની પણ નરમ બની સત્તાગત થાય છે. અપ્રમત્ત ગુણસ્થાનથી સંજ્વલન નરમ થવા લાગે છે, અને ક્ષપકશ્રેણિમાં સત્તાગત થયેલા અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયો ક્ષીણ થતા જાય છે. બારમા ગુણસ્થાને સર્વ ઘાતકર્મો ક્ષય પામી આત્મા તેરમા ગુણસ્થાને સર્વવિશુદ્ધિ દશાને મેળવે છે. ત્યારે કર્મબંધનું એકમાત્ર પાંચમું કારણ યોગ જ સક્રિય રહે છે.
યોગ એટલે મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ, આત્માનું તે ત્રણે સાથેનું વારાફરતી થતું અનુસંધાન. યોગ એ આત્માનો પરિસ્પંદનરૂપ વીર્ય વેપાર છે. યોગ પંદર પ્રકારે વર્ણવાયા છે, ૪ મનના, ૪ વચનના અને સાત કાયાના યોગ છે. મનોયોગ – સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, સત્યમૃષા મનોયોગ અને અસત્યમૃષા મનોયોગ. વચનયોગ – સત્ય વચનયોગ, અસત્ય વચનયોગ, સત્યમૃષા વચનયોગ અને અસત્યમૃષા વચનયોગ. કાયયોગ – ઔદારિક કાયયોગ, ઔદારિક મિશ્ર કાયયોગ, વૈક્રિય કાયયોગ, વૈક્રિય મિશ્ર કાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ અને કાર્પણ કાયયોગ.
૧. અસ્તિ જીવ ઇત્યાદિ સર્વનું હિતચિંતવન તે સત્યમનોયોગ. ૨. નાસ્તિ જીવ ઇત્યાદિ સર્વનું પરને વિપ્રતારણ બુદ્ધિ તે મૃષા મનોયોગ. ૩. તે બંનેનું મિશ્રણ કંઈક સત્ય કંઈક અસત્ય તે સત્યમૃષા મનોયોગ. ૪. સત્ય પણ નહિ, અસત્ય પણ નહિ તેવી વિચારણા તે અસત્યમૃષા મનોયોગ. ૫. સર્વનું શુભ ઇચ્છતી વાણી તે સત્ય વચનયોગ. ૬. પરનું અશુભ કરતી વાણી તે અસત્ય વચનયોગ. ૭. તે બંનેનું મિશ્રણ તે સત્યમૃષા વચનયોગ. ૮. સત્ય પણ નહિ, અસત્ય પણ નહિ તેવાં વચન તે અસત્યમૃષા વચનયોગ. ૯. મનુષ્ય તથા તિર્યંચનો ઔદારિક કાયયોગ. ૧૦. મનુષ્ય તથા તિર્યંચને ઉપજતાં
૨૭૯