________________
કેવળી પ્રભુનો સાથ
ચાર ઘાતીકર્મોમાં જ્યાં સુધી મોહનીય કર્મનું અસ્તિત્વ છે ત્યાં સુધી બાકીનાં ત્રણ કર્મો સતત બંધાયા જ કરે છે, અને મોહનીય કર્મ આત્માના ચારિત્ર ગુણને મૂર્છિત અથવા વિકળ કરી તેને મુંઝવ્યા જ કરે છે. પરિણામે તે ગુણને અવગુણ માની અને અવગુણને ગુણ સમજી વિપરીત વર્તન કરી, તેની તરતમતાના આધારે નવાં સ્થિતિ તથા રસ સાથેનાં કર્મબંધ કરતો રહે છે. આવી મૂર્છા તથા વિકળતાને કા૨ણે તેનો જ્ઞાનગુણ (સાચી સમજણ) અવરાય છે. આથી તે દુઃખને સુખ તથા સુખને દુઃખ સમજી બેસે છે. સંસારી શાતાને સુખ અને શાશ્વત સુખને ગૌણ માનવાની ભૂલ કરી જ્ઞાનાવરણ વધારે છે. આ વિપરીત સમજણ તેના દર્શન – દૃષ્ટિને પડળ આપી દર્શનાવરણ કર્મમાં ખેંચી જાય છે. આમ મોહનીય કર્મ આત્માના બે મુખ્ય અને ઉત્તમ ગુણોને છાવરી દઈ શક્તિને અતિ મર્યાદિત કરી નાખે છે. આમ બે મુખ્ય ગુણ અવરાઈ જવાથી જીવ પોતાનાં અનંતવીર્યના ભોગવટામાં અવરોધ વધારતો જાય છે. વીર્ય જેટલા વિશેષ પ્રમાણમાં રોકાય તેટલી નિર્બળતા આત્મામાં પ્રવેશે છે. અને ત્રણ ઘાતી કર્મોને તોડવાની અસમર્થતા રૂપ અંતરાય કર્મ બળવાન થતું જાય છે. જ્યાં સુધી શ્રી પ્રભુ અને સત્પુરુષનાં શરણમાં જઈ અંતરાય કર્મ તોડવામાં આવતું નથી, ત્યાં સુધી તેનાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ કે મોહ ક્ષીણ થતાં નથી.
આમ કર્મ તોડવાની અપેક્ષાએ અંતરાય કર્મ ઘણું ઘણું બળવાન છે. પણ પ્રભુકૃપાથી તેનો ક્ષય જલદીથી થઈ શકે છે એ અપેક્ષાએ, અને જો મોહ કરવામાં ન આવે તો અંતરાય બંધાય નહિ, એ અપેક્ષાએ પણ મોહનીય કર્મને અંતરાય કર્મ કરતાં વિશેષ શક્તિશાળી ગણ્યું છે. તે કર્મની સ્થિતિની ઉત્કૃષ્ટતાએ વિચારીએ તો અંતરાય કર્મ જીવ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમનું બાંધે છે, ત્યારે મોહનીય ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમનું બંધાય છે. આ અપેક્ષાએ પણ મોહનીય કર્મની બળવત્તરતા જોવા મળે છે.
જીવ ચારે ઘાતીકર્મ એક સાથે બાંધતો રહે છે, કોઈ એકની મુખ્યતા અને બાકીનાં ત્રણ કર્મની ગૌણતા રહે છે, પરંતુ એક કર્મ બંધાય અને બાકીનાં ત્રણ સદંતર ન બંધાય એવું ક્યારેય પણ બનતું નથી. આ ચાર ઘાતીકર્મની સાથોસાથ જીવના કષાય તથા યોગની તીવ્રતા તથા મંદતાના આધારે ત્રણ અઘાતી કર્મો નામ, ગોત્ર અને
૨૮૮