________________
અષ્ટકર્મ
નિદ્ધત
જે કર્મના પ્રકારમાં માત્ર ઉર્તન અને અપવર્તન થાય, પણ તે સિવાયનું સંક્રમણ, ઉપશમન આદિ ન થઈ શકે તે નિદ્ભુત.
નિકાચિત
જીવ જ્યારે એકનો એક ભાવ અનેકવાર કરી કર્મને એવું ઘટ્ટ બનાવે છે કે તેમાં ઉર્તન, અપવર્તન, સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ શકે નહિ, તે નિકાચિત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે પ્રકારે ભોગવવું પડે છે. શુભ અથવા અશુભ બંને પ્રકારનાં કર્મ નિકાચિત હોઈ શકે છે. તીર્થંકર નામકર્મ, મૃત્યુ, જન્મ આદિ આવાં નિકાચિત છે.
અહીં કર્મના સામાન્ય સ્વરૂપની વિચારણા કરી છે. આઠ કર્મ કેવી રીતે બંધાય છે, અને શું કરવાથી ન બંધાય તે સાદી વિચારણાથી સમજી શકાય તેવું છે. આપણે જાણીએ છીએ કે મુખ્ય ઘાતી કર્મ ચાર છે, જેનાં કારણે બીજા ચાર અઘાતી કર્મો બંધાય છે. જો આપણે ઘાતી કર્મો બાંધતા અટકતા જઇએ તો તે માત્રામાં અશુભ કર્મો બંધાતાં ઓછાં થતાં જાય છે. આઠ મુખ્ય કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ કે ૧૪૮ થાય છે. જ્ઞાનાવરણની પાંચ, દર્શનાવરણની નવ, મોહનીયની અઠ્ઠાવીસ (બંધ કરતી વખતે દર્શનમોહની એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી છવ્વીસ થાય), આયુષ્યની ચાર, નામકર્મની ૯૩ કે ૧૦૩, ગોત્ર કર્મની ૨ અને વેદનીય કર્મની બે એમ ઘાતી અઘાતી કર્મની કુલ ૧૪૮ કે ૧૫૮ પ્રકૃતિ થાય. તેમાંથી ઘાતી કર્મની ૪૫ (૪૭) પ્રકૃતિ છે, તે બધી જ પાપ પ્રકૃતિ છે. અને અઘાતી કર્મની ૧૦૧ કે ૧૧૧ પ્રકૃતિ છે, તેમાંથી ૩૭ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ છે અને બાકીની પાપ પ્રકૃતિ છે. પુણ્ય પ્રકૃતિથી જીવ શાતા વેદે છે, અને પાપ પ્રકૃતિથી જીવ અશાતા વેદે છે.
કર્મ પ્રકૃતિ સત્તામાં હોય ત્યારે ૧૪૮ કે ૧૫૮ની સંખ્યા ગણાય છે. ઉદ્દીરણા માટે ૧૨૨ પ્રકૃતિની ગણના કરવામાં આવે છે. તે આ રીતેઃ નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાંથી
૨૬૫