________________
કેવળી પ્રભુનો સાથ
પરિણામે દર્શનાવરણ કર્મના પાશમાં ફસાય છે. થતી હિંસાથી તે પોતાના સત્ય અવબોધ પર આવરણ સ્વીકારે છે. જો તે ત્યાગભાવ કેળવી અહિંસા વધારતો જાય તો તેને નવું દર્શનાવરણ બંધાતું અટકતું જાય છે. સાથે સાથે સમ્યHજ્ઞાની અને મહામુનિ પ્રતિ પોતાનો અહોભાવ વધારવાથી, પૂર્વ સંચિત કર્મ માટે પશ્ચાતાપ કરવાથી, ક્ષમા માગવાથી બંધાયેલું દર્શનાવરણ કર્મ તૂટતું જાય છે. જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ એકબીજા સાથે સંકલિત હોવાથી સમાન પુરુષાર્થ કરતાં કરતાં બંનેનો ક્ષયોપશમ વધતો જાય છે.
પરપદાર્થમાં સુખ છે, એવી બુદ્ધિ થતાં તે સુખરૂપ લાગતા પદાર્થો મેળવવાનો અને ભોગવવાનો મોહ જીવમાં પ્રવર્તે છે. તે કારણે તે પદાર્થોમાં મારાપણું તથા મમતા વેદી તે જીવ પોતા પર મોહનું આચ્છાદન કરતો રહે છે. મોહ એ કર્મનો રાજા છે, તેનાં કારણે મોહ ઉપરાંત અન્ય સર્વ કર્મનાં બંધ પણ જીવ સ્વીકારતો રહે છે. જીવમાં જ્યારે વેરાગ્યભાવ જાગૃત થાય છે ત્યારે તે બંધનથી છૂટી શકે છે. વેરાગ્ય એટલે સંસારના પદાર્થો ભોગવવાની વૃત્તિમાં મંદતા. વૈરાગ્ય બે પ્રકારે છે: દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત. જીવને જ્યારે કર્મનાં કારણે અનેક વિધ દુઃખનો હુમલો આવે છે ત્યારે અન્ય શાતાકારી સંજોગોના ભોગવટામાં રસ રહેતો નથી. આવો વૈરાગ્ય કે નિર્વેદ તે દુ:ખ ગર્ભિત કહેવાય છે. આવો વૈરાગ લાંબો સમય ટકતો નથી, કારણ કે દુ:ખનાં નિમિત્તથી છૂટી શાતાનાં નિમિત્તમાં આવતાં જ તે જીવ ફરીથી મોહજાળમાં ફસાઈ પૂર્વવત્ કર્મબંધ કરતો થઈ જાય છે. પરંતુ તે જીવ સત્પરુષ તથા ઉત્તમ પુરુષના સંસર્ગથી દુ:ખના સમયમાં મેળવેલા નિર્વેદને શાતાના સમયમાં પણ ગુમાવતો નથી; અને સંસાર કેવળ અશાતામય છે તેવો નિર્ણય પામી, શાતાના સમયમાં પણ આત્મસુખને જ મહત્ત્વ આપે છે. આવો નિર્વેદ તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. જેમ જેમ સાચા જ્ઞાનગર્ભિત વૈરાગ્યની વર્ધમાનતા થાય છે, તેમ તેમ જીવનો મોહ ક્ષીણ થતો જાય છે, અને તે એક પછી એક ગુણસ્થાન ચડતો જાય છે.
સહુથી બળવાન ઘાતકર્મ તે અંતરાય કર્મ છે, જ્યાં જ્યાં જીવ પોતાને કે અન્યને સ્વરૂપ વિમુખ કરે છે ત્યાં ત્યાં તે જીવ પરમાર્થની અંતરાય બાંધે છે અને અંતરાય
૨૬૮