________________
કેવળી પ્રભુનો સાથ
જાગે છે. વૈરાગ્યની પૂર્તિ માટે ક્ષમાભાવ ઉપકારી થાય છે. બીજાના દોષ જોવાની ભાવના ઘટતાં ક્ષમાભાવ પ્રગટે છે, અને વૈરાગ્ય વધતો જાય છે. થયેલા દોષ માટે શિક્ષા કરવાના ભાવમાં અક્ષમાં રહેલી છે. ક્ષમાનો ગુણ કેળવવા માટે સ્વપર દયા – કલ્યાણભાવ ખૂબ ઉપકારી થાય છે. ક્ષમાભાવમાં સૂક્ષ્મ ત્યાગ અને અન્ય સ્થૂળ ત્યાગ ઉપકારક બની સ્વપર દયા જગાડે છે.
અંતરાય કર્મને તોડવા માટે સ્વપર દયાનો ગુણ ખૂબ મદદગાર થાય છે. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં કે ભોગવટામાં અવરોધ થાય તે અંતરાય કર્મ છે. આ અંતરાય બીનશરતીપણે પ્રભુનાં શરણે જવાથી તૂટે છે. જીવમાં સ્વદયા પ્રગટે ત્યારે કષ્ટોથી છૂટવા તે પ્રભુનાં શરણે જાય છે, દયા એ સર્વમાન્ય ધર્મ છે. દયાના ગુણને વિકસાવવા ત્યાગ મદદે આવે છે. જે વસ્તુ અંતરાય કરે છે તેનો ત્યાગ કરતાં શીખવાથી દયાગુણ પ્રગટે છે. જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ સ્થૂળ દયા છે. આ ગુણ માટે વૈરાગ્ય હિતકારી થાય છે. સંસારસુખની ઇચ્છામાં મંદતા તે વૈરાગ્ય. સંસારના ત્યાગની ભાવના થતાં સ્વદયા પ્રગટે, અંતરાયા જાય. એમાં જતું કરવાના ભાવથી ક્ષમા ઊગે છે. સંસારસુખની અનિચ્છાનું પરિણામ ક્ષમામાં આવે છે.
આ રીતે ચાર ઘાતકર્મોનો અભ્યાસ કરતાં સમજાય છે કે દયા, ત્યાગ, વૈરાગ્ય અને ક્ષમાભાવની ખીલવણીથી આ કર્મો ઘટતાં જાય છે. જે ગુણ વિશેષતાએ ખીલે તેના આધારે રહેલ ઘાતકર્મ વધારે જાય. જો ચારે ગુણો વિશેષતાએ ખીલવવામાં આવે તો સર્વકર્મક્ષય કરવો સુલભ થઈ જાય.
આ ચાર ઘાતકર્મના અનુસંધાનમાં અન્ય ગુણો ખીલવવાથી અન્ય અઘાતી કર્મો પણ અલ્પ થતા જાય છે. શાંતિના ગુણથી નામકર્મ ઠંડુ થાય છે, સમતાના ગુણથી વેદનીય શુભ બને છે અને સત્યનો ગુણ ખીલવવાથી ગોત્ર કર્મ ઉત્તમ રૂપ ધારણ કરે છે. જો આ ગુણોથી અઘાતી કર્મોને મહાત્ કરતા જવામાં આવે તો આયુષ્ય કર્મને બંધાવાનો જ પ્રસંગ આવતો નથી. કોઈ પણ ઉદય વખતે આત્મા શાંતપરિણામી
૨૭)