________________
અષ્ટકર્મ
કર્મના ઉદયને કારણે પોતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની ખીલવણી કરી શકતો નથી. સંસારમાં અન્ય જીવને સુખના ભોગવટામાં બાધા કરે છે ત્યારે જીવ સંસારની અંતરાય બાંધે છે, અને પોતાને ભાવિના શાતાના ઉદયોથી વંચિત કરે છે. આમ થવામાં જીવ જેટલા બળવાન કષાય કરે તેટલી બળવાન અંતરાય બાંધે છે. આ જ રીતે જીવ જ્યારે સદૈવ, ગુરુ, શાસ્ત્ર કે ધર્મ સંબંધી બળવાન કષાય કરે છે ત્યારે તે પરમાર્થની બળવાન અંતરાય બાંધે છે. આ સહુ અંતરાય બંધાતી અટકાવવા માટે જીવે સહુ માટે શાતાભાવ વેદવો, સહુ કલ્યાણ પામે એ ભાવમાં રમવું તે ખૂબ ઉપકારી છે. અને પ્રભુના શરણે જઈ, પૂર્વકૃત સર્વ અંતરાયબંધ માટે સતત પશ્ચાતાપ કરતા રહેવાથી તે અંતરાય ક્ષીણ થતી જાય છે. પ્રભુ માટે અહોભાવ, પૂજ્યભાવ આદિ ભાવવાથી અંતરાય કર્મ નાશ પામતું જાય છે.
જ્ઞાનાવરણનો નાશ કરવા માટે જીવે આ ગુણો પોતામાં ખીલવવા જરૂરી છે. પરમાં સુખબુદ્ધિનો ત્યાગ અર્થાત્ ત્યાગ ગુણ. જો જીવમાં વૈરાગ્ય ખીલે, નિર્વેદ વધે તો જ સુખબુદ્ધિ છૂટતી જાય છે. ક્ષમાનો ગુણ કેળવવાથી, જતું કરવાની ભાવના વધારવાથી વૈરાગ્ય વધે છે અને સ્વપર દયાનો ગુણ કેળવવાથી, જીવમાં જતું કરવાની ભાવના વધતી જાય છે.
દર્શનાવરણ કર્મનો નાશ કરવા માટે ક્ષમાભાવ સહુથી ઉપકારી છે. ક્ષમાભાવ કેળવવાથી, જતું કરતા જવાથી હિંસા અટકે છે. હિંસાની પ્રવૃત્તિ વિશેષ વિશેષ સૂક્ષ્મતાથી છોડતા જવાથી દર્શન ગુણ ખીલતો જાય છે. સ્વપર દયાના ભાવની ખીલવણીથી ક્ષમા મૂર્તરૂપ ધારણ કરે છે. ત્યાગ કરવાની, છોડવાની વૃત્તિમાં દયાભાવ પ્રગટ થાય છે. (ક્ષમાભાવમાં સૂક્ષ્મતા છે, તથા ત્યાગભાવમાં થોડી સ્થૂળતા સમાયેલ છે). વૈરાગ્ય કે નિર્વેદ કેળવવાથી, તેમાં સંસારના ભોગવટાની અનિચ્છા સમાતી હોવાથી ત્યાગબુદ્ધિ જાગે છે.
મોહનીયનો ક્ષય કરવા માટે સહુથી કાર્યકારી ગુણ વૈરાગ્ય કે નિર્વેદ છે. સંસારસુખની અનિચ્છા જાગતાં, સાચા સુખને મેળવવાની તાલાવેલીથી વૈરાગ્ય
૨૬૯