________________
અષ્ટકર્મ
રહે તો એક પણ અશુભ પ્રકૃતિ બંધાતી નથી. સમતાના ગુણથી – ધીરજનો ગુણ કેળવતા જવાથી વેદનીય કર્મ કલ્યાણના પરમાણુઓ જ સ્વીકારતું થઈ જાય છે, અને સત્યના આધારે આત્માનો અગુરુલઘુ ગુણ પ્રગટ થઈ ગોત્રકર્મથી છૂટવાનો રસ્તો મોકળો થાય છે.
આત્માને શાંતપરિણામી રાખવો એટલે બનતા પ્રસંગોના પ્રત્યાઘાતો આત્મા પર પડવા ન દેવા. જ્યાં અશાંતિ આવે ત્યાં અંતરાય ઊભી થાય, અને એ ઘાતીકર્મ હોવાથી બંધન વધે. આ શાંતિને નામકર્મ સાથે સંબંધ હોવાથી શુભનામકર્મ બંધાય છે. આત્માએ સમતા ધારણ કરવી એટલે આર્તધ્યાન થવા ન દેવું. જે ઉદય હોય તેને સ્થિર પરિણામથી વેદવા, સમતા ધરવાથી શાતા વેદનીય વધે છે, અને ઘાતીકર્મ નિર્બળ થતાં જાય છે. જે જેમ છે તેમ સ્વીકારવું તે સત્ય. સત્યના સ્વીકારથી ગર્વ થતો નથી, પણ નમ્રતા વધે છે. ગર્વ નીચગોત્ર બંધાવે છે, અને અમદ, અગર્વ ઉચ્ચ ગોત્ર પ્રતિ લઈ જાય છે. સાથે સાથે ઘાતી કર્મોનું નબળાપણું થતું હોવાથી છૂટવાના માર્ગ વધતા જાય છે. કર્મોના બંધન અને છોડવા વિશેની આ સાદી ભાષાની સમજણ વિશે વિચારણા કરવાથી જીવને ઘણો ઘણો લાભ થાય તેમ છે.
૨૭૧