________________
કેવળી પ્રભુનો સાથ
૧૦ ત્રસદશક નામકર્મ – ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય,
સુસ્વર, આદેય અને યશકીર્તિ નામકર્મ. ૧૦ સ્થાવરદશક નામકર્મ – સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર,
અશુભ, દુર્ભાગ્ય, દુસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ.
સંસારમાં વિશેષતાએ સુવિધાઓ મળે, ઉચ્ચ ફળ મળે તે ઉચ્ચગોત્ર. તેથી વિપરીત સ્થિતિ તે નીચગોત્ર. આમ ગોત્ર કમ બે પ્રકારે છે (૨) તે આત્માના અગુરુલઘુ ગુણને હણે છે. ચેતન આત્માની અનંત શક્તિને કુંઠિત કરનાર અંતરાય કર્મ છે. તે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એમ પાંચ પ્રકારનું છે. (૫)
આ આઠે પ્રકૃતિની પેટા પ્રકૃતિનો સરવાળો ૧૪૮ કે ૧૫૮ (બંધનની પ ને બદલે ૧૫ પ્રકૃતિ ગણીએ તો) થાય છે. તેમાંથી ૪૨ પ્રકૃતિ પુણ્યપ્રકૃતિ છે અને ૮૨ પ્રકૃતિ પાપ પ્રકૃતિ છે. ઘાતકર્મની સર્વ પ્રકૃતિ પાપ કે અશુભ પ્રકૃતિ છે, કારણ કે તે આત્માના ગુણોનો ઘાત કરે છે. અને આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. અઘાતી કર્મો દેહનાં સાધન દ્વારા આત્મા સાથે સંબંધ ધરાવે છે, એટલે કે સંસારની ભોગસામગ્રી, સુખદુ:ખ, શરીરની શાતા અશાતા સંબંધી કાર્ય કરનારાં તે કર્મો છે. તે કર્મો જીવે શરીરમાં કેટલા કાળ માટે રહેવું, તે શરીરનું બંધારણ, ગતિ જાતિ આદિ કેવાં થવાં, ઉચ્ચ કે નીચ કુળમાં ઉત્પન્ન થવું તથા તે બધાના ભોગવટામાં શાતા કે અશાતા અનુભવવી તે આ અઘાતી કર્મો નક્કી કરે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે; મોહનીય કર્મમાં દર્શનમોહની ૭૦ ક્રોડાકોડી સાગરોપમની અને ચારિત્રમોહની ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આ ચારે કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની, નામકર્મ તથા ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. નારકી તથા દેવની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ૩૩ સાગરોપમની, મનુષ્ય અને તિર્યંચની
૨૭૬