________________
કેવળી પ્રભુનો સાથ
બે પ્રકારે છેઃ શાતા અને અશાતા (૨) સંસારની આસક્તિમાં લપટાવી જીવને મુંઝવના૨ કર્મ તે મોહનીય. તેના બે મુખ્ય ભેદ છેઃ દર્શનમોહ અને ચારિત્રમોહ. આત્માના અસ્તિત્વ અને નિત્યત્વનાં શ્રદ્ધાનને આવરે – ગોપવે તે દર્શનમોહ. તે ત્રણ પ્રકારે છેઃ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય (૩) અને આત્માને તેના સ્વરૂપાનુભવથી વ્યુત કરાવે અથવા તો આત્મસ્વરૂપમાં સ્થિર ન થવા દે તે ચારિત્રમોહ. ચારિત્રમોહનાં મુખ્ય ચાર કષાય ક્રોધ, માન, માયા, લોભ છે. તે પ્રત્યેકનાં ચાર પ્રકાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન ગણતાં સોળ ભાગ થાય. આ બધાને ઉદ્દીપ્ત કરનાર, સહાય કરનાર નવ નોકષાય પણ ચારિત્રમોહમાં આવે છેઃ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ. આમ બધું મળી ચારિત્રમોહની પચીસ પ્રકૃતિ થાય અને મોહનીય કર્મની અઢાવીશ પ્રકૃતિ થાય (૨૮) આ ચારે કર્મને આત્મા સાથે સીધો સંબંધ રહેલો છે.
જે કર્મના ઉદયથી જીવ પોતાના નિયત ભવમાં જીવી શકે, અને જ્યારે તે કર્મોદય પૂરો થાય ત્યારે નિયમા મૃત્યુ પામે, એવું જે કર્મ તે આયુષ્ય. આ કર્મ જીવની અક્ષય સ્થિતિને પ્રગટવા દેતું નથી. આ કર્મ ચાર પ્રકારે છેઃ દેવ, નરક, તિર્યંચ અને મનુષ્યનાં આયુષ્ય. (૪) જે કર્મનાં પ્રભાવથી શરીરનાં પ્રકાર, જાતિ, ગતિ આદિ નિર્ણિત થાય છે તે નામકર્મ તરીકે ઓળખાય છે. અને તે કર્મની ૯૩ કે ૧૦૩ પ્રકૃતિ નીચે પ્રમાણે કહેવાય છે –
૪
૫
૫
૩
૫
ગતિ નામકર્મ – નરક, તિર્યંચ, દેવ તથા મનુષ્ય.
જાતિ નામકર્મ – એકેંદ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય.
શરીર નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ.
અંગોપાંગ નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક.
બંધન નામકર્મ – ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ (કોઈ અપેક્ષાએ પંદર પ્રકારનાં બંધન ગણ્યાં છે)
૨૭૪