________________
કેવળી પ્રભુનો સાથ
આધારે સત્તાગત કર્મના સ્થિતિબંધ તથા અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તે કર્મનું અપવર્તન થયું કહેવાય. મોટાકાળનો બંધ નાનાકાળનો થાય કે તીવરસવાળો બંધ મંદરસ વાળો થાય તો તે અપવર્તન કહેવાય છે. જીવને માટે સામાન્યપણે શુભકર્મનું અપવર્તન અહિતકારી અને અશુભકર્મનું અપવર્તન હિતકારી બને છે. જેમકે એક જીવે પુણ્યકર્મ બાંધ્યું, અને પછીથી વિશેષ શુભભાવ અને પ્રવૃત્તિ કરી એ કર્મને મોટું કર્યું તો ઉદ્વર્તન કહેવાય અને જો અશુભભાવ વધારી એ કર્મને નાનું કરે તો અપવર્તન કર્યું કહેવાય. એ જ પ્રમાણે અશુભ ભાવનો બંધ ક્ય પછી, વિશેષ અશુભભાવ કરવામાં આવે તો અશુભ કર્મનું ઉદ્વર્તન થાય, અને પછીથી શુભભાવમાં પલટો ખાઈ કર્મને નાનું કરે કે શુભરૂપ કરે તો તે અપવર્તન કર્યું કહેવાય.
સંક્રમણ સંક્રમણ એટલે ફેરફાર. એક કર્મની પ્રકૃતિ જે સત્તામાં પડી છે, તેને જીવના પરિણામ વિશેષથી પોતાની સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. એ જ રીતે અનંતુનાબંધી ક્રોધ અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની ક્રોધમાં ફેરવાય તે પણ સંક્રમણ છે. અને બધા કર્મમાં આ પ્રકારના ફેરફાર જીવના સતત ચાલતા ભાવને કારણે થયા જ કરે છે.
ઉપશમન કર્મો શાંત થઈ જવા, ઉદય રહિત કર્મ થવું તે કર્મનું ઉપશમન કહેવાય છે. ખાસ કરીને મોહનીય કર્મની બાબતમાં આમ થાય છે. મોહનીય કર્મના સર્વથા અનુદય વખતે સત્તામાં રહેલા મોહનીય કર્મને ઉપશમન કહે છે. ઉપશમ સમકિત વખતે તથા ઉપશમ શ્રેણિમાં આવી સ્થિતિ નિર્માણ થાય છે. મોહનીય સિવાય કોઈ પણ કર્મનો સર્વથા ઉપશમ થઈ શકતો નથી.
૨૬૪