________________
કેવળી પ્રભુનો સાથ
આવો કર્મબંધ વધતી ઓછી માત્રામાં એક થી તેર ગુણસ્થાન સુધી થાય છે. જેમ જેમ જીવ આત્માની શુદ્ધિ વધારતો જાય છે તેમ તેમ તે ઓછી ને ઓછી કર્મપ્રકૃતિ બાંધે છે. કુલ ૧૫૮ ઉત્તર પ્રકૃતિથી શરૂ કરી ઘટતાં ઘટતાં તેરમા ગુણસ્થાને માત્ર એક શાતાવેદનીય કર્મનો જ બંધ થાય છે, અને ચૌદમા ગુણસ્થાને એક પણ કર્મનો નવીન બંધ સંભવતો નથી.
ઉદય
બાંધેલા કર્મો અમુક કાળ વીત્યા પછી ભોગવવા માટે ઉદયમાં આવે છે. બાંધ્યા પછી જેટલા કાળ માટે કર્મો નિષ્ક્રિય રહે છે તેટલા કાળને જૈન પરિભાષામાં અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત કર્મો કહે છે. એક વખત કર્મ ઉદયમાં આવ્યા પછી તેમાં ફેરફાર થઈ શકતો નથી, કર્મની જે જે પ્રકૃતિનો ઉદય હોય, શુભ કે અશુભ તે જીવે ભોગવવી જ પડે છે. સામાન્ય રીતે ગુણસ્થાન ચડતાં અને આત્મશુદ્ધિ વધતાં ઉદિત કર્મોની પ્રકૃતિની સંખ્યા ઓછી થતી જાય છે. અભ્યાસીઓએ ઉદયની ૧૨૨ પ્રકૃતિનું યંત્ર બનાવી સમજ આપી છે કે ક્યા ગુણસ્થાને કઈ કઈ પ્રકૃતિના ઉદય હોય અને કઈ કઈ પ્રકૃતિના ઉદય ન હોય. પુણ્યપ્રકૃતિઓ ચૌદમા ગુણસ્થાને પણ ઉદયમાં હોય છે તેથી અયોગી ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીમાં સર્વ સત્તાગત કર્મો પણ ક્ષીણ થઈ જાય છે. સંસારી સ્થિતિમાં ઉદય બે પ્રકારે અનુભવાય છેઃ પ્રદેશોદય અને વિપાકોદય. જે કર્મોને ભોગવવામાં મનોયોગથી જોડાયા વિના જીવ માત્ર આત્મપ્રદેશથી ભોગવીને ખેરવી નાખે છે તે કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. તેમ કરવાથી નવીન કર્મબંધ નહિવત્ થઈ જાય છે. વિપાકઉદય એટલે કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી જીવથી ભોગવાઈને ખરે તે. તેમાં જીવને શુભાશુભ ભાવ થતા હોવાથી નવાં કર્મનાં બંધન થાય છે. જીવ મુખ્યતાએ કર્માં વિપાકોદયથી ભોગવતો હોય છે.
ઉદ્દીરણા
કર્મને બાંધ્યા પછી, ભાવિમાં ઉદયમાં આવે એવાં સત્તાગત કર્મોને વર્તમાનમાં ખેંચી લાવી ભોગવી લેવાં તે ઉદ્દીરણા કરી કહેવાય છે. આ કર્મોને તપ, ધ્યાન આદિ વિશેષ
૨૬૨